ઉત્તર પ્રદેશના હરદોઈનો વીડિયો શ્રી ગંગાનગરની બળાત્કાર પીડિતાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં, 13 વર્ષની છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને શહેરની વિવિધ હોટલોમાં પાંચ દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 32 માંથી 14 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, હોસ્પિટલના પલંગ પર એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં બે ક્લિપ્સનો કોલાજ છે. ઝાંખી પડેલા વીડિયોમાં, એક છોકરી કહે છે કે તેના મૃત્યુ પછી પોલીસ સહિત દરેકને ફસાવવામાં આવશે. વીડિયોના ઉપર જમણા ખૂણામાં બીજી ક્લિપમાં એક પુરtષ અને એક મહિલા હોસ્પિટલના પલંગ પર એક છોકરીને સાંત્વના આપતા દેખાય છે. વીડિયો શેર કરતા, યુઝર્સે દાવો કર્યો છે કે, “આ વીડિયોમાં જોવા મળતી યુવતી શ્રી ગંગાનગર બળાત્કારની પીડિતા છે.

FACEBOOK | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત થયેલો એક રિપોર્ટ મળ્યો જેમાં વાયરલ વીડિયોના ઉપરના જમણા ખૂણે આપેલા ક્લિપ જેવી જ ક્લિપ હતી. રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશના હરદોઈના બિલગ્રામ વિસ્તારમાં 11 વર્ષની બાળકી પર કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

બીજો વીડિયો અહીં જોઈ શકાય છે.

આગળ વધીને, અમે સંબંધિત કીવર્ડ શોધ કરી. આનાથી અમને 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન પોલીસના સત્તાવાર X હેન્ડલ પર એક ટ્વિટ મળ્યું. ટ્વિટમાં વાયરલ વીડિયોમાં રહેલી છોકરીનો ઝાંખો વીડિયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના મૃત્યુ પછી પોલીસ સહિત દરેકને ફસાવવામાં આવશે. રાજસ્થાન પોલીસે સ્પષ્ટતા કરી કે વીડિયોમાં શ્રી ગંગાનગરની બળાત્કાર પીડિતા દેખાતી નથી. આ ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈની છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં શ્રી ગંગાનગર બળાત્કારની પીડિતા દેખાતી નથી. આ વીડિયો ઉત્તર પ્રદેશના હરદોઈનો છે. વાયરલ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Result Stamp

Title: ઉત્તર પ્રદેશના હરદોઈનો વીડિયો શ્રી ગંગાનગરની બળાત્કાર પીડિતાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *