શીમલાની હોસ્પિટલનો જૂનો વીડિયો બાંગ્લાદેશની હોસ્પિટલના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક હોસ્પિટલમાં એક ડોક્ટર એક દર્દીને માર મારી રહ્યા છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો કે, “આ વીડિયો બાંગ્લાદેશની હોસ્પિટલનો છે. જ્યા ડોકટર એક દર્દીને માર મારી રહ્યા છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ધ ઈન્ડિયન એક્પ્રેસની યુ ટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શિમલા હોસ્પિટલ કેસ: શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) ના એક ચોંકાવનારા વીડિયોમાં એક ડૉક્ટર દર્દી પર કથિત રીતે હુમલો કરતો જોવા મળે છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વીડિયો વિષે માહિતી આપવામાં આવી હતી કે, “હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલી ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) ના એક ડૉક્ટર પર સોમવારે એક દર્દી પર શારીરિક હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દર્દી, અર્જુન પનવાર, તબીબી પરીક્ષણો માટે હોસ્પિટલમાં ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ અનુભવ્યા બાદ, પનવાર બીજા વોર્ડમાં બેડ પર સૂઈ ગયો. તેણે કહ્યું કે ડૉક્ટરે કોઈપણ ઉશ્કેરણી વિના તેની સાથે અસંસ્કારી વર્તન કરવાનું શરૂ કર્યું. પનવારે વર્તનનો વિરોધ કર્યા પછી દલીલ થઈ અને ડૉક્ટરે તેને મારવાનું શરૂ કર્યું.

તેમજ વધુ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં દર્દી સાથે મારપીટના મામલામાં આરોપી ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજના MS ડો. રાહુલ રાવે જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલામાં કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. હાલમાં, ડૉક્ટરનો પક્ષ આવવાનો બાકી છે. આગામી આદેશો સુધી આરોપી ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે આ સમગ્ર મામલામાં નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો બાંગ્લાદેશનો નહીં પરંતુ ભારતના હિમાચલ પ્રદેશના શીમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજનો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Result Stamp

Title: શીમલાની હોસ્પિટલનો જૂનો વીડિયો બાંગ્લાદેશની હોસ્પિટલના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *