વર્ષ 2024ના ભૂકંપના વીડિયોને હાલમાં આવેલા ભૂકંપના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

આંતરરાષ્ટ્રીય I International ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

જાપાન ફરી એકવાર પ્રચંડ કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. ઉત્તર જાપાનના દરિયાકાંઠાના વિસ્તારમાં 7.5 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા હાહાકાર મચી ગયો છે. જાપાનની હવામાન એજન્સીએ આ વિનાશક ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે સુનામીની ચેતવણી જારી કરી છે. સ્થાનિક સમય મુજબ સાંજે 4:53 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર સાનરિકુ કિનારે સમુદ્રની સપાટીથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

આ વચ્ચે એક પાર્કિંગમાં ભૂકંપનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે. પાર્કિંગમાં પડેલી ગાડીઓ ધ્રુજી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ દરમિયાનના આ દ્રશ્યો છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને યુટ્યુબ પર જાપાની ન્યુઝ ચેનલ MBSNEWS પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 2 જાન્યુઆરી 2024ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “એક કાર જોરથી હલે છે… શોપિંગ મોલના પાર્કિંગ લોટના દ્રશ્યો.

તેમજ વધુ સર્ચ કરતા અમને reddit.com દ્વારા આ જ માહિતી સાથે આ વીડિયો 1 જાન્યુઆરી 2024ના શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

આ વીડિયો જાન્યુઆરી 2024 માં બીબીસી ન્યૂઝ અને ધ ગાર્ડિયન દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ જાન્યુઆરી 2024માં આવેલા ભૂકંપનો છે. હાલમાં આ પ્રકારના કોઈ દ્રશ્યો સામે આવ્યા નથી.

Result Stamp

Title: વર્ષ 2024ના ભૂકંપના વીડિયોને હાલમાં આવેલા ભૂકંપના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *