શું ખરેખર ગરમ પાણીમાં અનાનસ નાખીને પીવાથી કેન્સર મટે છે…? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International ગેરમાર્ગે દોરનાર I Misleading તબીબી I Medical

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

હાલમાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સર મટે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Deej Thakore નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સર મટે છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર ડો. ગિલ્બર્ટ એ ક્વોક અંગે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને  ICBS જનરલ હોસ્પિટલના પ્રોફેસરના નામ સાથે કોઈ લીડ મળી ન હતી. ત્યારબાદ વધુ સર્ચ કરતા અમને ગિલ્બર્ટ અનિમ ક્વાકયે નામના વ્યક્તિની લિંક્ડઇન પ્રોફાઇલ મળી, જેણે પોતાને સંપાદક અને ઘાના બ્રોડકાસ્ટિંગ કોઓપરેશન તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. 

LinkedIn 

તેમજ ન્યુયોર્કના કેન્સર નિષ્ણાત ડો. રેમન્ડ ચેંગે એએફપીને કહ્યું, “અમે લેબમાં જે પ્રયોગો કરીએ છીએ અને હોસ્પિટલમાં આપણે જે કેસો જોઈએ છીએ તે વચ્ચેના તફાવતોને સમજવા પડશે. પ્રયોગશાળાના પ્રયોગોમાં કેન્સરના કોષોને મારવા માટે ઘણા કુદરતી સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ આ સિદ્ધાંતો માનવ શરીરમાં કરી શકતા નથી.

તેમજ અમારી શ્રીલંકાની ટીમએ શ્રીલંકાના નેશનલ કેન્સર કંટ્રોલ સેન્ટરના ડાયરેક્ટર ડો. જાનકીએ વિદાનપથીરાણા સાથે વાત કરી. જ્યારે આ દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ જવાબ આપ્યો.

“ફળો અને શાકભાજી ખાવાથી અને નિયમિત કસરત કરવાથી કેન્સરને રોકવામાં મદદ મળે છે, માત્ર અનાનાસ જ ખાવાથી આપણે એમ ન કહી શકીએ કે આ કરવાથી આપણે કેન્સરનો ઈલાજ કરી શકીએ છીએ.” 

પાઈનેપલ ખાવાથી ઘણા ફાયદા થાય છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ, અનાનસમાં પોલિફીનોલ્સ હોય છે. આ પોલિફીનોલ્સ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. પરંતુ અમે એમિનો એસિડ બ્લડ પ્રેશર ઓછું કરે છે તે દર્શાવતા કોઈ અભ્યાસ શોધી શક્યા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, અનાનસ ખાવાના ઘણા ફાયદા હોવા છતાં તે કેન્સરને અટકાવી શકે છે તે સ્થાપિત કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ગરમ પાણીમાં અનાનસ નાખીને પીવાથી કેન્સર મટે છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading