ઇંગ્લેન્ડની ટીમ દ્વારા શેમ્પેયન થી ઉજવણી કરવામાં આવી હતી. કેપ્ટન જોસ બટલર દ્વારા મોઇન અલી અને આદિલ રશીદના ગયા બાદ શેમ્પયનથી ઉજવણી કરવામાં આવી હતી.

હાલમાં ટી20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ રમાયો હતો અને જેમાં ઇંગ્લેન્ડ ની ટીમનો ભવ્ય વિજય થયો છે. જે ટીમમાં બે મુસ્લિમ ખેલાડીઓ પણ હતા. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “મેચ જીત્યા બાદ મુસ્લિમ ખેલાડીઓને ધ્યાનમાં રાખી અને શેમ્પેઈન ઉડાવવામાં આવી ન હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jyoti Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મેચ જીત્યા બાદ મુસ્લિમ ખેલાડીઓને ધ્યાનમાં રાખી અને શેમ્પેઈન ઉડાવવામાં આવી ન હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને યુટ્યુબ પર ઇંગ્લેન્ડની જીત બાદ ઉજવણીનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે જોઈ શકો છો કે, વર્લ્ડ કપ લીધા બાદ ઉજવણી શરૂ થઈ હતી. જ્યારે શેમ્પેયન ઉડાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે આદિલ રશીદ અને મોઈન અલી ઉજવણી માંથી બહાર નીકળી જાય છે.
તેમજ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમના સેલિબ્રેશન સાથે સંબંધિત અન્ય વિડિયો શોધવાનું શરૂ કર્યું. દરમિયાન અમને ICCના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો મળ્યો. આ વિડિયોમાં ઈંગ્લેન્ડની ટીમ દ્વારા જીત બાદ મનાવવામાં આવી રહેલી ઉજવણીને સારી રીતે દર્શાવવામાં આવી છે.
તેમજ અમને ICC T20 વર્લ્ડ કપના વેરિફાઈડ ફેસબુક પેજ પર ઉજવણીનો એક લાંબો પોસ્ટ-મેચ વિડિયો પણ મળ્યો. આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોડિયમ પર ટ્રોફી સાથે સેલિબ્રેશન કર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ તે જગ્યાએ આવે છે જ્યાં ચેમ્પિયન લખેલું હોય છે. આ દરમિયાન મોઈન અલી અને આદિલ રાશિદ આગળની હરોળમાં હાજર છે. ત્યારે જ શેમ્પેન ખોલવાના થોડા સમય પહેલા જોસ બટલરના કોઈ ઈશારા પર બંને ત્યાંથી નીકળી જાય છે. જે બાદ ઈંગ્લેન્ડની ટીમે શેમ્પેન ખોલીને ઉજવણી કરી હતી. તમે 1:45 મિનિટ થી આ આખું દ્રશ્ય જોઈ શકો છો.
એટલુ જ નહીં અમને આનાથી સંબંધિત ઘણા મિડિયા અહેવાલો પણ મળ્યા, જેમાં ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે વખાણ કર્યા હતા કે તેમણે મોઈન અલી અને આદિલ રાશિદનું ધ્યાન રાખ્યુ અને તેમના ગયા પછી શેમ્પેન ખોલીને ઉજવણી કરી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઇંગ્લેન્ડની ટીમ દ્વારા શેમ્પેયન થી ઉજવણી કરવામાં આવી હતી. કેપ્ટન જોસ બટલર દ્વારા મોઇન અલી અને આદિલ રશીદના ગયા બાદ શેમ્પયનથી ઉજવણી કરવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: T20 વર્લ્ડ કપની ઉજવણીમાં મુસ્લિમ ખેલાડીઓને ધ્યાનમાં રાખી શેમ્પેઈન ખોલવામાં આવી ન હતી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
