
વડાપ્રધાન મોદીના ઓનલાઈન જાહેર સંવાદની 7-સેકન્ડની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “દેશના લોકો સ્વીકારી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓનો લાભ મળતો નથી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઉત્તરપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ઓનલાઇન માધ્યમ દ્વારા લલિતપુરની બબીતા નામની મહિલા સાથે વાતચીત કરી, ઓરિજનલ વિડિયોમાંથી નાનાભાગની એક ક્લિપ કાપીને સોશિયલ મિડિયા પર મૂંઝવણ ફેલાવવાના હેતુથી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Azad Yoddha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દેશના લોકો સ્વીકારી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓનો લાભ મળતો નથી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોકત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલી પોસ્ટને લગતા કિવર્ડ લઈને તપાસ શરૂ કરી હતી.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 5 ઓક્ટોબર 2021 ના રોજ આજતક યુટ્યુબ ચેનલ પર વાયરલ વિડિયોનું લાંબુ વર્ઝન પ્રાપ્ત થયુ હતુ. આ વિડિયો સાંભળ્યા પછી, તે સ્પષ્ટ થઈ ગયું કે પ્રધાનમંત્રી મોદીએ આવાસ યોજના(શહેરી)ના લાભાર્થીઓ માંથી એક, ઉત્તરપ્રદેશના લલિતપુરની એક મહિલા સાથે વાત કરી હતી અને વાયરલ થયેલો વિડિયો એ જ મૂળ વિડિયોનો એક નાનો ભાગ છે. આનું કારણ એ છે કે વાયરલ વિડિયોના ખૂણામાં પણ ન્યૂઝ ચેનલનો લોગો દેખાય છે.

આજતક દ્વારા પ્રસારિત સંપૂર્ણ વિડિયો 5 મિનિટ 9 સેકન્ડનો છે. આ વિડિયોને સંપૂર્ણ રીતે જોયા પછી, અમને ખબર પડી કે 2 મિનિટ 18 સેકન્ડથી 2 મિનિટ 25 સેકન્ડ સુધીનો વિડિયો કાપીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિડિયો સાંભળ્યા પછી, અમને ખબર પડી કે મૂળ વિડિયોમાં, બબીતાને એમ કહેતા સાંભળી શકાય છે કે તેને ઘર માટે 2.5 લાખ રૂપિયા મળ્યા છે, ત્યારબાદ પીએમ મોદીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે પૂછ્યું, જ્યારે બબીતાએ ના પાડી ત્યારે, વડાપ્રધાને તેણીને તેના માટે અરજી કરવાનું કહ્યું, તેને તેની પ્રક્રિયા જણાવી.
સંપૂર્ણ વિડિયો સાંભળ્યા પછી, અમને ખબર પડી કે વાયરલ વિડિયોને ગેરમાર્ગે દોરતા મેસેજ સાથે મૂળ વિડિયોમાંથી કાપીને સંદર્ભની બહાર ફેલાવવામાં આવી રહ્યો છે.
5 ઓક્ટોબર, 2021 ના રોજ મૂળ વિડિયો અપલોડ કરતા નરેન્દ્ર મોદીએ પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લખ્યું કે ઉત્તરપ્રદેશના લલિતપુરથી વડાપ્રધાનના નિવાસસ્થાન યોનાના લાભાર્થીઓએ તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું છે. નીચે આપેલી વિગતો અનુસાર, પ્રધાનમંત્રીએ આવાસ યોજના હેઠળ 75 જિલ્લાઓમાં 75000 લાભાર્થીઓને ઘરની ચાવી ડિજિટલી આપી હતી. આ વિડીયોમાં પણ આપણે બબીતાને એમ કહેતા સાંભળી શકીએ છીએ કે તેમને આવાસ યોજના હેઠળ 2.5 લાખનો લાભ મળ્યો છે, ત્યારબાદ મોદીજીએ તેમને સ્વનિધિ યોજના વિશે પૂછ્યું, તે કહે છે કે તેમને લાભ મળ્યો નથી અને પછી વડા પ્રધાન તેમને આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા સમજાવે છે.
આ સંદર્ભમાં, ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, વડા પ્રધાનનો વિડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, ઘણા લોકો દ્વારા સગવડ મુજબ 7 સેકન્ડની વાતચીત કાપવામાં આવી હતી અને તેમને વડાપ્રધાન સાથે જોડવામાં આવી રહ્યો છે. આ વિડિયો ભ્રામક્તા ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઉત્તરપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ઓનલાઇન માધ્યમ દ્વારા લલિતપુરની બબીતા નામની મહિલા સાથે વાતચીત કરી, ઓરિજનલ વિડિયોમાંથી નાનાભાગની એક ક્લિપ કાપીને સોશિયલ મિડિયા પર મૂંઝવણ ફેલાવવાના હેતુથી વાયરલ કરવામાં આવી રહી છે.

Title:PM મોદીના ઓનલાઈન જાહેર સંવાદના મૂળ વિડિયોનો એક નાનો હિસ્સો કાપી અને ખોટા સંદર્ભમાં ફેલાવવામાં આવી રહ્યો છે.
Fact Check By: Yogesh KariaResult: Missing Context
