શું ખરેખર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક હિન્દી ભાષામાં લખેલી પીડીએફ ફાઈલ ફરી રહી છે. આ પીડીએફ ફાઈલ શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આર્થિક મદદ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને કરવામાં આવતી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Navsari Koli Patel Samaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ન્યુઝ નેશનનો એખ અહેવાલ પ્રાપ્ત થયો હતો. 

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ગૌરવ કુમાર બંસલ અને રિપક કંસલ દ્વારા અરજી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું છે કે, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ -12માં આપદાથીમૃત્યુ પામેલા લોકોને સરકારી વળતરની જોગવાઈ છે. અરજદારોએ જણાવ્યું હતું કે ગત વર્ષે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં મૃતકોના સગાઓને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યુ હતું, પરંતુ આ વર્ષે તે થયું નહીં.” 

NewsNation | Archive

ત્યારબાદ અમે સ્ટેટ ડિઝાઝસ્ટર મેનેજમેન્ટ પોલીસીની કોપી પ્રાપ્ત કરી હતી. તેમાં ક્યાંય આપદામાં આ પ્રકારની આર્થિક મદદ માટેની જોગવાઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

gsdmpolicy06152017041301395

http://www.gsdma.org/uploads/Assets/iec/gsdmpolicy06152017041301395.pdf

તેમજ ગુજરાત સાઈબર ક્રાઈમ સેલ દ્વારા પણ આ અંગે ફેસબુક પેજ પર ખુલાસો કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાથી મૃત્યુ થયું હોય તેમને કોઈ પણ પ્રકારની રાહત રાશિ સરકાર દ્વારા માન્ય કરવામાં આવી નથી.

https://www.facebook.com/GujaratCyberCrimeCell/posts/309383567437483?__cft__[0]=AZX9dLm13Y9V8e8SS_FeaOwTjULXHinkPssmo06FYT3yWC_yx1scVdUuk13ljxh-lnq4LRAeNz0HlW2SPdRl_l6ovQBatE3D7FoSWzig0OXs2EGgJL0mcawKzYm8iH1bmB2lTkNr0dEIAAWja7R9M_I5&__tn__=%2CO%2CP-R

Archive

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ આ અંગે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ખુલાસો કરી અને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આર્થિક મદદ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને કરવામાં આવતી નથી.

Avatar

Title:શું ખરેખર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False