શું ખરેખર ભાવનગરમાં પોલીસ દ્વારા પરિવાર પર અત્યાચાર કર્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા બે મહિલા તેમજ એક પુરૂષને મારમારવામાં આવી રહ્યો છે. બચાવ કરવા જઈ રહેલા દરેક વ્યક્તિને પોલીસ મારી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના ભાવનગરનો આ વિડિયો છે. ભાવનગરમાં પોલીસ દ્વારા અત્યચાર કરવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઉપરોક્ત વિડિયો ભાવનગર જિલ્લાનો નહિં પરંતુ મધ્યપ્રદેશના ખંડવાના છૈગાંવમાખન પોલીસ સ્ટેશન વિસ્તારના બંજારી ગામનો છે. ભાવનગરમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vishal Dave નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના ભાવનગરનો આ વિડિયો છે. ભાવનગરમાં પોલીસ દ્વારા અત્યચાર કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયા ટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મધ્યપ્રદેશના ખંડવાના છૈગાંવમાખન પોલીસ સ્ટેશન વિસ્તારના બંજારી ગામમાં પોલીસની બર્બરતા સામે આવી છે. પોલીસ પર પરિવાર પર હુમલો કરતો વિડિયો વાયરલ થયો હતો. આમાં પોલીસકર્મીઓ મહિલાઓને પણ પાઈપો અને લાકડીઓ વડે માર મારી રહી છે.

Archive

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારતા અમને આઉટલૂક નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ મુજબ, “બંજારી ગામમાં કોરોના બંજારી ગામમાં કોરોના પોઝિટીવ દર્દીને લેવા માટે આરોગ્ય વિભાગની ટીમ લેવા પહોચી હતી. દરમિયાનમાં તેમણે આરોગ્ય વિભાગની ટીમ સાથે બબાલ કર્યા બાદ પોલીસ દ્વારા આ પરિવારને મારમારવામાં આવ્યો હતો. જે અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા બે અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ તપાસના આદેશ આપ્યા છે.” 

Outlook Hindi | Archive

તેમજ અમે ભાવનગર જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની કોઈ ઘટના હાલમાં ભાવનગર જિલ્લામાં બનવા પામી નથી. લોકોને ગેર માર્ગે દોરવા આ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત વિડિયો ભાવનગર જિલ્લાનો નહિં પરંતુ મધ્યપ્રદેશના ખંડવાના છૈગાંવમાખન પોલીસ સ્ટેશન વિસ્તારના બંજારી ગામનો છે. ભાવનગરમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી.

Avatar

Title:શું ખરેખર ભાવનગરમાં પોલીસ દ્વારા પરિવાર પર અત્યાચાર કર્યા તેનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False