
Siddik Patel sp નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “35000 હજાર નો મેમો ફાટતા યુવકે પોતાની ગાડી ને રોડ પર જ આગ લગાવિ દીધી પત્ની અને બચ્ચાને રોડ પર બેસાડી હાથ માં બંદુક લઈ રોડ પર પોલિસ ની સામે ઊભો રહી ગયો અને સરકાર ની પોલ ખોલવા લાગ્યો… વિડીયો નો આંનદ જરૂર લો દોસ્તો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 388 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 34 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 408 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ યુવાનનો 35000નો મેમો ફાટતા તે ગુસ્સે ભરાયો હતો અને તેને પોતાની કારને આગ લગાડી દીધી અને પિસ્તોલ લઈ તે પોલીસ સામે ઉભો રહી ગયો હતો.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “युवान ने अपनी कार को आग लगाई और रिवोल्वर लेके” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, તારીખ 25 સપ્ટેમ્બર 2019ના મથુરામાં રોડ પર 1 ક્લાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. મથુરાના સદર બજારમાં એસએસપી ઓફિસ સામે શુભમ ચૌધરી નામના યુવાને પહેલા પોતાની કારને આગ લગાડી દીધી અને બાદમાં ફાયરિંગ કરી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યો હતો. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આ સિવાય NEWS18 HINIDI, TV9 भारतवर्ष, ABP NEWS, JAGRAN, દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમજ ક્યા કારણોસર યુવાન દ્વારા આ પગલુ ભરવામાં આવ્યુ તે જાણવું જરૂરી જણાતા અમે મથુરા જિલ્લા પોલીસ વડા શલભ માથુર જોડે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જે મહિલા વિડિયોમાં આ યુવાન સાથે દેખાઈ રહી છે તે તેની બિઝનેસ પાર્ટનર છે. જે બંને વચ્ચે મિત્રતાનો સબંધ બંધાયો હતો, જેનાથી આ મહિલાના પતિને વાંધો હતો, થોડો સમય પહેલા જ્યારે આ યુવાનના લગ્ન નક્કી થયા ત્યારે આ મહિલાના પતિ દ્વારા યુવક વિરૂધ્ધમાં પેમ્લેટ છપાવી અને તેના વિસ્તારમાં વહેંચવામાં આવતા આ યુવાનના લગ્ન તુટી ગયા હતા. જેનાથી ગુસ્સે ભરાઈ અને આ મહિલાના પતિની ધરપકડ કરવામાં આવે તે માંગને લઈ આ પ્રકારે તેણે નાટક કર્યા હતા. તેમજ આ પ્રકારે તે ડ્રામા કરવાનો છે તેની જાણ તેણે તેની માતાને કરી હતી, જેનું કોલ રેકોર્ડિગ અમને પ્રાપ્ત થયુ છે.”

આમ. ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ યુવાન તેના પોતાના સાંસરિક પ્રશ્નના કારણે ગુસ્સે ભરાયો હતો અને આ પ્રકારે ડ્રામા કરી રહ્યો હતો. 35000નો મેમો ફાટ્યો હોવાની ખોટી સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ યુવાન તેના પોતાના સાંસરિક પ્રશ્નના કારણે ગુસ્સે ભરાયો હતો અને આ પ્રકારે ડ્રામા કરી રહ્યો હતો. 35000નો મેમો ફાટ્યો હોવાની ખોટી સાબિત થાય છે.

Title:શું ખરેખર 35000નો મેમો ફાટતા ગુસ્સે થયેલા યુવાને તેની કારને આગ ચાંપી દીધી..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
