TV Report 18 - टीवी रिपोर्ट નામના ફેસબુક પેજ દ્વારા 9 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇનામાં ખાડામાં પડી ગયેલા 3 વર્ષના બાળક ને 20 મિનિટમાં બચાવી લીધો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષના બાળકને માત્ર 20 મિનિટમાં જ બચાવી લેવામાં આવ્યો. આ પોસ્ટને 59 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4600 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 27 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરસ થતી પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.11-12_50_53.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ચીનમાં બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષના બાળકને માત્ર 20 મિનિટમાં જ બચાવી લેવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ 3 year old boy fall down in borewell at china સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને dailymail.co.uk દ્વારા 6 એપ્રિલ, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ઘટના હાલની નહીં પરંતુ વર્ષ 2016 ની એટલે કે 3 વર્ષ જૂની છે. આ સમાચારમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પણ જોઈ શકો છો. વધુમાં આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચીનના વેઈફાંગમાં બોરવેલના 90 મીટર ઊંડા ખાડામાં પડી ગયેલા 3 વર્ષના બાળકને 2 કલાકની મહેનત બાદ બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે પોસ્ટમાં એવું લખેલું છે કે, બાળકને 20 મિનિટમાં જ બચાવી લેવામાં આવ્યો જે માહિતી ખોટી છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.dailymail.co.uk-2019.11.11-13_51_21.png

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમે જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને Zee News દ્વારા 5 એપ્રિલ, 2016 ના રોજ પ્રાસરિત કરવામાં આવેલા વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ ચીનમાં બોરવેલાના 90 મીટર ઊંડા ખાડામાં પડી ગયેલા બાળકને 2 કલાકની મહેનત બાદ બચાવી લેવામાં આવ્યું એવી માહિતી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને CGTN અને Hindustan Times દ્વારા પણ આ ઘટનાના સમાચારને વર્ષ 2016 માં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ ચીનમાં બોરવેલના 90 મીટર ઊંડા ખાડામાં પડી ગયેલા બાળકને 2 કલાકની મહેનત બાદ બચાવી લેવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી. આ બંને સમાચાર તમે નીચે જોઈ શકો છો.

CGTNHindustan Times
ArchiveArchive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ચીનમાં બોરવેલના ખાડામાં પડી ગયેલા બાળકને 20 મિનિટમાં નહીં પરંતુ 2 કલાકની મહેનત બાદ બચાવી લેવામાં આવ્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ચીનમાં બોરવેલના 90 મીટર ઊંડા ખાડામાં પડી ગયેલા બાળકને 20 મિનિટમાં નહીં પરંતુ 2 કલાકની મહેનત બાદ બચાવી લેવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ચીનમાં બોરવેલના ખાડામાં પડી ગયેલા બાળકને 20 મિનિટમાં બચાવી લેવાયું...? જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Partly False