શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો હત્યા પહેલાનો અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ બધાની વચ્ચે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો એખ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ એ પહેલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ બે વર્ષ પહેલાનો છે. આ વીડિયોને સિદ્ધુ મૂસેવાલાની હત્યા કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Trishul News નામના ફેસબુક પેજ દ્વારા 1 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સિદ્ધુ મુસેવાલા ની હત્યા પહેલા નો વિડીયો આવ્યો સામે – સાંભળો કઈ વાતનો ખુલાસો કર્યો #sidhumoosewala #punjabi #punjabisongs #trending #sidhu પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ એ પહેલાનો છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Virsa TV દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર એક વર્ષ પહેલાં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સિદ્ધુ મૂસેવાલાનો છેલ્લો જવાબ કે ચેતવણી.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Polly Buzz નામની યુટ્યુબ ચેનલ પર 23 ઓગષ્ટ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તે પોતે તેમના પર લગાવવામાં આવેલા આરોપ અને વિવાદ વિશે ચર્ચા કરી રહ્યા છે. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 2.42 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જોઈ શકો છો.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Royal Punjab | Global Tadka Live

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે Sidhu Moose Wala નું ફેસબુક એકાઉન્ટ જોતાં અમને તેના પર ઉપરોક્ત વીડિયો પછીના ઘણા બધા તાજેતરના વીડિયો પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Sidhu Moose Wala Facebook

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ બે વર્ષ પહેલાનો છે. આ વીડિયોને સિદ્ધુ મૂસેવાલાની હત્યા કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો હત્યા પહેલાનો અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply