ડેનમાર્ક ટનલની કન્સેપ્ટ ઈમેજ બ્રહ્મપુત્રા નદીના અંડરવોટર રોડ તરીકે શેર કરવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

વર્ષ 2021 માં મોદી સરકારે આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ભારતની પ્રથમ ટનલ બનાવવાની જાહેરાત કરી.

આ પૃષ્ઠભૂમિમાં, પાણીની અંદરની ટનલની એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે. જે શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે બનેલી આ ભારતની પ્રથમ ટનલનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ તસવીર બ્રહ્મપુત્રા નદીની પાણીની અંદરની ટનલની નથી. તે ડેનમાર્ક અને જર્મનીને જોડતી ફેહમાર્ન ટનલની ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે બનેલી આ ભારતની પ્રથમ ટનલનો ફોટો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

ઈમેજ-1

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પહેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને રેમ્બોલ વેબસાઇટ પર વર્ષ 2017માં સમાન ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.

વેબસાઈટ અનુસાર, રેમ્બોલ, અરૂપ અને TEC એ મળીને ડેનમાર્ક અને જર્મની વચ્ચે ફેહમાર્ન બેલ્ટ કનેક્શન માટે કન્સલ્ટિંગ અસાઇનમેન્ટ માટે ટેન્ડર જીત્યા છે. આ જૂથે 2009 થી ટનલ ડિઝાઇન કરવા માટે સહયોગ કર્યો છે.

Archive

આ ક્લુનો સંકેત લઈને અમે વિવિધ કિવર્ડ સાથે શોધ કરતા અમને બીજી વેબસાઈટ પર લઈ ગઈ જેણે ફેહમાર્ન ટનલની વિગતો પૂરી પાડી હતી. ટનલનું નિર્માણ કાર્ય 2020માં ડેનમાર્ક બાજુ અને 2021માં જર્મન બાજુએ શરૂ થયું હતું. ટનલની લંબાઈ 18 કિલોમીટર લાંબી હશે. આનાથી ડેનમાર્ક અને જર્મની વચ્ચેનો પ્રવાસ સમય ઘટશે. એકંદર પ્રોજેક્ટ પૂર્ણ થવાનું અનુમાનિત વર્ષ 2029 છે. 

આગળ, અમને ટનલના બાંધકામનું કામ દર્શાવતો યુટ્યુબ વિડિયો મળ્યો. આ વિડિયો સમજાવે છે કે કેવી રીતે આ 18 કિમી લાંબી ટનલ બનાવવા માટે સ્ટીલ અને કોંક્રીટનો વિશાળ જથ્થાનો ઉપયોગ કરવામાં આવે છે.

ઈમેજ-2

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને લિંક્ડઈન પર પ્રસારિત વર્ષ 2016ના અહેવાલમાં આ ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “નોર્વેના અંડરવોટર પુલને સપાટી પર પોન્ટૂન દ્વારા પકડી રાખવામાં આવશે, બધુ સ્થિર રાખવા માટે ટ્રસ સાથે જોડાયેલું હશે. એવી શક્યતા પણ છે કે વધારાની સ્થિરતા પ્રદાન કરવા માટે માળખું નીચેના બેડરોક સાથે બોલ્ટ કરવામાં આવી શકે છે. દરેક બ્રિજ સિસ્ટમમાં બે ટનલ હશે, બાજુ-બાજુ: દરેક દિશામાં ટ્રાફિક માટે એક.

Archive

આમ ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ છે કે વાયરલ ઇમેજ કન્સેપ્ટ આર્ટ છે અને બ્રહ્મપુત્રા નદી પરની ભારતની પ્રથમ પાણીની અંદરની ટનલ સાથે તેનો કોઈ સંબંધ નથી.

બ્રહ્મપુત્રા નદી પાણીની અંદરની ટનલ

17 મે 2022 ના રોજ સેન્ટીનેલ આસામે અહેવાલ આપ્યો કે રેલ્વે મંત્રાલય અને માર્ગ પરિવહન મંત્રાલય બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને બ્રહ્મપુત્રા નદી પર પાણીની અંદર રોડ કમ રેલ ટનલ બનાવવાનું આયોજન કરી રહ્યા છે.

આ 9.8 કિલોમીટર લાંબી ટનલ હશે. તે દક્ષિણ કાંઠે જાખલાબંધા રેલ્વે સ્ટેશન અને બ્રહ્મપુત્રાના ઉત્તરી કાંઠે ધલિયાબીલ રેલ્વે સ્ટેશનને જોડશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ તસવીર બ્રહ્મપુત્રા નદીની પાણીની અંદરની ટનલની નથી. તે ડેનમાર્ક અને જર્મનીને જોડતી ફેહમાર્ન ટનલની ફોટો છે.

Avatar

Title:ડેનમાર્ક ટનલની કન્સેપ્ટ ઈમેજ બ્રહ્મપુત્રા નદીના અંડરવોટર રોડ તરીકે શેર કરવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False