Kishan Mali નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Ganpati Bappa in Galwan Valley Ladhak Jai Hind To our spirited jawana in Ladakh..... આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતે ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલી ગણેશ ઉત્સવનો છે. આ પોસ્ટને 65 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.31-20_09_03.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતે ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલી ગણેશ પૂજાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ Ashish Chavan દ્વારા યુટ્યુબ પર આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, Ganesh pooja procession of INDIAN ARMY at SHINGO RIVER VALLEY 👆 એટલે કે આ વીડિયો શિંગો નદી ખાતે ભારતીય જવાનો દ્વારા ગણેશ પૂજાનું જુલુસ નીકાળવામાં આવ્યું તેનો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને વીડિયોની શરૂઆતમાં જ એક બોર્ડ પર ‘Shingo River Vally’ લખેલું જોવા મળ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2020.08.31-22_15_33.png

ત્યાર બાદ અમે ગુગલ મેપનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ગલવાન ઘાટીથી શિંગો નદીની ઘાટી 229 કિલોમીટર દૂર છે.

screenshot-www.google.com-2020.08.31-22_24_07.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતેની ગલવાન ઘાટીનો નહીં પરંતુ શિંગો રિવર ઘાટી ખાતે વર્ષ 2019 માં ભારતીય જવાનો દ્વારા કરવામાં આવેલી ગણેશ પૂજાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતેની ગલવાન ઘાટીનો નહીં પરંતુ શિંગો રિવર ઘાટી ખાતે વર્ષ 2019 માં ભારતીય જવાનો દ્વારા કરવામાં આવેલી ગણેશ પૂજાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ભારતીય સૈનિકોનો વર્ષ 2019 નો ગણેશ ઉત્સવ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ... જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False