રાજસ્થાનમાં એક ખેડૂતને છડેચોક દોરડાંથી બાંધીને, મારવામાં આવી રહ્યો છે – ખોટું કે સાચું?

રાજકીય I Political

લખાણ સાથેના સંદેશ સાથે આ છબીને વ્યાપકપણે સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ફેસબુક, વોટ્સઍપ અને ટ્વીટર પર શેર કરવામાં આવી છે, તો આ ખબર પાછળનું સત્ય શું છે?

‘ભક્તોના બાપ રવિશ કુમાર’ નામના એક પેજે 30 મી મેના રોજ તેમના એક લાખ અનુયાયીઓ/ફોલોઅર્સ સાથે આ પોસ્ટ શેર કરી હતી. તેને 1,000 કરતાં વધુ વખત શેર કરવામાં આવી હતી. ‘હરિયાણા કી બાત’ નામના અન્ય ફેસબુક પેજે પણ લગભગ 1 લાખ અનુયાયીઓ/ફોલોઅર્સ સાથે આ છબીને ફેલાવી છે.

આ પોસ્ટને ટ્વીટર પર પણ એ શીર્ષક સાથે શેર કરવામાં આવી છે કે: “રાજસ્થાનના એક ખેડૂતને 1,000 રૂપિયાની લોન ના ચૂકવી શકવાના કારણે પોલીસ દ્વારા છડેચોક દોરડાંથી બાંધીને મારવામાં આવી રહ્યું છે. ન્યાય ક્યાં છે?”

આનું ઉદાહરણ અહીં જુઓ

ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ મુજબ, આ વાયરલ ઈમેજનો બનાવ 10 મી એપ્રિલ 2016 નો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના લેખ અનુસાર, રાજકોટમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર એક માણસને પોતાની વહુ પર બળાત્કાર કરવાના આરોપમાં છડેચોક અપમાનિત કરીને મારે છે. શહેર પોલીસનો જનતાને શરમાવે એવો ‘સરભરા’ નામનો બનાવ ચાલુ છે

આ છબી શેર કરવામાં આવી રહી છે અને તેના આધારે સોશિયલ મીડિયા પર વિવિધ ખોટી અફવાઓ/ વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અધિકૃત ફેસબુક પેજે આ છબી પાછળની સાચી વાર્તા સ્પષ્ટ કરી છે.અહીં જુઓ…

આ ઉપરાંત વિવિધ હકીકત તપાસતી વેબસાઈટોએ એની પણ ખાતરી કરી છે કે આ એક ખોટી ખબર હતી. કૃપા કરીને આ રેફર કરો:

અયુપ                    અલ્ટન્યૂઝ
વાયરલ ઇમેજનો આ બનાવ 10 એપ્રિલ 2016 નો છે અને સોશિયલ મીડિયા પર ખોટી અફવા/વાર્તા ફેલાવવા વિવિધ લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.