શું ખરેખર પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ છે….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુરૂવારે (તા.22/04/2021)ના મોડી રાત્રે એક મેસેજ સમગ્ર મિડિયામાં વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના નેતા શશી થરૂરના ટ્વિટના હવાલાથી જણાવવામાં આવ્યુ હતુ કે, પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સુમિત્રા મહાજનના અવસાનની વાત તદ્દન ખોટી છે. તેઓ સ્વસ્થ છે. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેની પૃષ્ટિ તેમના નાના પુત્ર મંદાર મહાજન દ્વારા અને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલ દ્વારા પણ કરવામાં કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rohit Savaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈટીવીભારતનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શશિ થરૂર ગુરુવારે ફેક ન્યૂઝના શિકાર થયા હતા. તેમણે ટ્વિટ કરી લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનનું નિધન થઈ ગયું હોવાની વાત કહી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સુમિત્રા મહાજનના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા હતા. જોકે, ત્યારબાદ ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, સુમિત્રા મહાજન સંપૂર્ણ સ્વસ્થ છે. આ તમામની વચ્ચે સુમિત્રા મહાજને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, સમાચાર ચેનલ ક્રોસ ચેક કર્યા વગર આવા સમાચાર કઈ રીતે ચલાવી શકે છે.

ETVBHARAT | ARCHIVE

પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનના નાના પુત્ર મંદાર મહાજન દ્વારા તેમની માતાના નિધનના સમાચારનું ખડન કર્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે, “મારી માતાના નિધનની અફવા ચાલી રહી છે. તેઓ સ્વસ્થ છે. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે.”

તેમજ અમે એએનઆઈ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી સુમિત્રા મહાજનનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં સુમિત્રા મહાજનને જણાવ્યુ હતુ કે, “ઈન્દોરના તંત્ર સાથે ક્રોસ ચેકિંગ કર્યા વગર સમાચાર ચેનલ મારા નિધનના સમાચાર કેવી રીતે ચલાવી શકે છે. મારી ભત્રીજીએ થરૂરના ટ્વિટરને વખોડી નાખ્યું હતું, પરંતુ કોઈ પુષ્ટિ કર્યા વગર આવા સમાચારની જાહેરાત કરવાની શું જલ્દી હતી.

Archive

ત્યારબાદ અમે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો. ત્યાના એડમિન ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જણાવ્ચુ હતુ કે, “સુમિત્રા મહાજનની તબિયત હાલમાં ઠિક છે. તેઓનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જરૂરી અન્ય સારવાર ચાલી રહી છે. તેઓના નિધનના સમાચાર તદ્દન ખોટા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુમિત્રા મહાજનના અવસાનની વાત તદ્દન ખોટી છે. તેઓ સ્વસ્થ છે. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેની પૃષ્ટિ તેમના નાના પુત્ર મંદાર મહાજન દ્વારા અને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલ દ્વારા પણ કરવામાં કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False