દિલ્લીના મુખ્યમંત્રી, અરવિંદ કેજરીવાલે અમિત મિશ્રા (ટ્વીટર હેંડલ દ્વારા ચકાસાયેલ) દ્વારા કરાયેલા ટ્વીટ સાથે એક વિડીયો સાથે ફરીથી ટ્વીટ કર્યું જેમાં બતાવવામાં આવ્યું કે BJP ના નેતાને સડક પર જનતા દ્વારા ટ્રેશ કરવામાં આવી રહ્યા છે.

રાજકીય I Political

ટ્વીટ ટેક્સ્ટ:
“मोदी सरकार को चार साल पूरे हो गए हैं लेकिन जनता को इन चार साल में जो मिला उसका जनता स्थानीय BJP नेताओं को दे रही है। मोहल्ले में जब जनता के बीच BJP के नेता पहुंचे तो उसके बाद क्या हुआ, इस वीडियो में देखिए.”

ભાષાંતર કરેલું –

“મોદી સરકારને 4 વર્ષ પૂરા થઇ ગયા છે પરંતુ જનતાને આ 4 વર્ષમાં જે પણ કંઈ મળ્યું તેને જનતા સ્થાનિક BJP નેતાઓને આપી રહી છે. સ્થાનિક સમુદાયમાં જ્યારે જનતા વચ્ચે BJP ના નેતા પહોંચ્યા ત્યારે તેના પછી શું થયું, આ વિડીયોમાં જુઓ.”

મોદી સરકારને 4 વર્ષ પૂરા થઇ ગયા છે પરંતુ જનતાને આ 4 વર્ષમાં જે પણ કંઈ મળ્યું તેનો જવાબ જનતા સ્થાનિક BJP નેતાઓને આપી રહી છે.

સ્થાનિક સમુદાયમાં જ્યારે જનતા વચ્ચે નેતા પહોંચ્યા ત્યારે તેના પછી શું થયું, આ વિડીયોમાં જુઓ.”
અમારી શોધખોળ મુજબ, જેમ સૂચિત છે કે આ વિડીયો દિલ્લીથી/નો નહોતો અને તાજેતરનો વિડીયો નહોતો.
5 ઓક્ટોબર 2017 ના રોજ, ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉએ તેમની વેબસાઇટ પર આ વિડીયોને અપલોડ કર્યો હતો.

દાર્જિલિંગમાં પોતાની મીટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળના BJP પ્રમુખ દિલીપ ઘોષ પર અજાણ્યા યુવાનો દ્વારા આરોપ મુજબ હુમલો કરવામાં આવ્યો  અને, 5 ઓક્ટોબર 2017 ના રોજ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એવો અહેવાલ આપ્યો કે  –

“કોલકાતા: BJP ના પશ્ચિમ બંગાળ યુનિટ પ્રમુખ દિલીપ ઘોષને ગુરુવારે હાંકી કાઢવામાં આવેલા ગોરખા જનમુક્તિ મોરચાના (જીજેએમ) નેતા બિનય તમાંગના સમર્થકો દ્વારા આરોપ મુજબ અધવચ્ચે રોકવામાં આવ્યા, જેમણે સેફરોન પાર્ટીના નેતાઓને શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડ્યા વિના દાર્જિલિંગ છોડવાની ચેતવણી આપી હતી.

આ બનાવ ઘોષની પહાડી વિસ્તારોની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન અલગ અલગ રાજ્ય કરવાની માંગ પર અશાંતિ ફેલાયા પછી બન્યો.
જ્યારે ઘોષ દાર્જિલિંગ પહોંચ્યા ત્યારે તમાંગના સમર્થકોએ ઘોષની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યું. જોકે, ઘોષે તેઓ પહાડી વિસ્તારોમાં સમસ્યાઓ/મુશ્કેલીઓને ઉશ્કેરવા આવ્યા હતા તે આરોપોને નકારી કાઢ્યા. ખડગપુરના ધારાસભ્યએ તમાંગને “દગાબાજ” કહ્યું.

બિનય તમાંગના સમર્થકોએ ઘોષનું સ્વાગત ‘પાછા જાવ’ ના નારા સાથે અને કાળા ઝંડા ફરકાવીને કર્યું. તેમના સહાયકો પર શારીરિક રીતે હુમલો કરવામાં આવ્યો. દિલીપે પોતે ચોક બજારના પોલીસ સ્ટેશનમાં આશરો લીધો. પછીથી પાર્ટીએ તેમનો ત્રણ દિવસીય કાર્યક્રમ રદ કર્યો. ઘોષે આ બનાવ માટે શાસક ટીએમસીને દોષી ઠરાવ્યો.”

ટૂંકમાં, આ વિડીયોનો ઉપયોગ જનતાને ગેરમાર્ગે દોરનારી છાપ ઉભી કરવા અને રાજકીય પક્ષ વિરુદ્ધ પક્ષપાતી છબી ઉભી કરવા માટે કરવામાં આવ્યો છે.