કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં સિસોટી વગાડ્યાની નકલી ખબર.

રાજકીય I Political

ટ્વીટરમાં કેટલાક હેન્ડલ્સ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની સિસોટી વગાડતી હોવાની છબી શેર કરી રહ્યા હતા અને એવો દાવો કરવામાં આવ્યો છે કે તેણીએ તાજેતરમાં સંસદમાં આવું કર્યું હતું.

વાસ્તવમાં, કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીનું સિસોટી વગાડ્યાની આ છબી ત્યારે લેવામાં આવી હતી જ્યારે તેણી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેક્નોલોજી ખાતેના વાર્ષિક પદવીદાન સમારોહમાં પ્રમુખ અતિથી હતા.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે પાસ થઈને કૉલેજની બહાર નીકળતી બેચના વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા દરમિયાન, સ્ટેજ પર, સ્મૃતિ ઈરાનીએ તેમના મોઢામાં આંગળીઓ નાંખીને જોરથી એક મોટી સિસોટી વગાડી, અને એકત્રિત થયેલા સમગ્ર જનસમૂહે આનું પુનરાવર્તન કર્યું.

Also see: http://www.jantakareporter.com/india/smriti-irani-took-students-surprise-whistling/155978/