તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા નદીમાં તરતી લાશોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા નદીમાં તરતી લાશો તમે જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2015 માં ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

A Z  A  D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 11 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અંધભક્તો.. ઈઝરાયેલ નો સાથ પછી આપજો પહેલાં આમને લાકડાં આપો, ગંગા ઘાટનું દ્રશ્ય છે, માણસોને કૂતરાં ખાઈ રહ્યાં છે..!! #ResignModi. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા નદીમાં તરતી લાશો તમે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2021.05.12-17_46_39.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને dailymail.co.uk નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 14 જાન્યુઆરી, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કાનપુર અને ઉન્નાવની વચ્ચે ગંગા નદીમાં લગભગ 100 જેટલી લાશો તરતી જોવા મળી હતી તેનો આ ફોટો છે.

screenshot-www.dailymail.co.uk-2021.05.12-17_59_15.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ndtv.com | indianexpress.com

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, તાજેતરમાં પણ ગંગા નદીમાં બક્સરના ગંગા ઘાટ નજીક 100 થી વધુ લાશો નદીમાં તરતી જોવા મળી હતી. જેના સમાચાર bhaskar.com દ્વારા 12 મે, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

screenshot-www.bhaskar.com-2021.05.12-18_35_25.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. patrika.com | hindi.oneindia.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2015 માં ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં ગંગા નદીમાં તરતી લાશોનો આ ફોટો છે...?

Fact Check By: Vikas Vyas

Result: Partly False