શું ખરેખર નરેન્દ્ર મોદીના વિમાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ભાજપનો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “साहब ने अपने लिए 8000 करोड का आलिशान प्लेन बनवाया है देश बिक रहा है पर साहब की फकीरी में कोई कमी हो तो बताना” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2100 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 161 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 555 લોકો દ્વારા આ પોસટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનનો આ ફોટો છે.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ફોટો બોઇંગ 787 ડ્રિમલાઇન વિમાનનો છે. આ બોઇંગ 787 શ્રેણીના ખાનગી જેટનો ફોટો છે, તેમ બિઝનેસ ઇન્સાઇડર પરના લેખમાં જણાવાયું છે. તેની કિંમત 200 મિલિયન ડોલર છે અને તેની માલિકી ચીનની ડિયર જેટ કંપની છે.

બિઝનેસ ઈન્સાઈર | ARCHIVE

ખાસ વાત એ છે કે આ વિમાનના આંતરિક સુશોભનનો એક વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. વિશ્વના એકમાત્ર ખાનગી બોઇંગ 787 ડ્રિમલાઇનરના આ વિમાનનો 2.12  મિનિટના વિડિયોમાં તમે ઉપરના ફોટામાં દ્રશ્ય જોઈ શકો છો.

ભારતના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બે નવી બોઇંગ 777 ખરિદી કરવામાં આવશે. તેની કિંમત 8,458 કરોડ રૂપિયા છે. પરંતુ, વાયરલ ફોટો આ પ્રકારના વિમાનનો નથી.

ફોટો વાયરલ થયા પછી PIBએ ખુલાસો કર્યો કે વડા પ્રધાનના લક્ઝરી પ્લેન તરીકે શેર કરવામાં આવતો ફોટો વડા પ્રધાનના વિમાનનો નથી. તે ફોટો ખાનગી બોઇંગ 787 ડ્રિમલાઇનર વિમાનનો છે.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વડા પ્રધાનના લક્ઝરી એરક્રાફ્ટ તરીકે ખાનગી બોઇંગ 787 ડ્રિમલાઈનરની તસવીરો શેર કરવામાં આવી રહી છે. જો કે, હકીકત છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ માટે રૂ. 8,458 કરોડની કિંમતના બે નવા બોઇંગ 777 ખરિદવામાં આવશે.

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીના વિમાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False