
તાજેતરમાં સોશિયલ મીડિયા પર RSSના સ્વયંસેવકોના પથ સંચલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં તમિલનાડુના તિરુવન્નામલાઈ ખાતે નીકળેલા RSSના સ્વયંસેવકોના પથ સંચલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં RSSના સ્વયંસેવકોના પથ સંચલનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં તમિલનાડુના તિરુવન્નામલાઈ ખાતેનો નહીં પરંતુ મધ્યપ્રદેશના રતલામ ખાતે નીકળેલા RSSના સ્વયંસેવકોના પથ સંચલનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે તમિલનાડુ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 07 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગિરિવલમ પર કોર્ટના આદેશ પછી ૦૩-૦૧-૨૦૨૬ ના રોજ આરએસએસ કાર્યકરો કડક પોલીસ સુરક્ષા અને પાડા યાત્રા વચ્ચે તિરુવન્નામલાઈ પહોંચ્યા. એક પણ મીડિયાએ ટીવી પર આ બતાવ્યું નહીં. ચાલો તેને વાયરલ કરીએ :-)* આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તાજેતરમાં તમિલનાડુના તિરુવન્નામલાઈ ખાતે નીકળેલા RSSના સ્વયંસેવકોના પથ સંચલનનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયો jammukashmirnow નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 10 ઓક્ટોબર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મધ્યપ્રદેશના રતલામ ખાતે RSSના સ્વયંસેવકો દ્વારા નીકાળવામાં આવેલા પથ સંચલનનો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તમિલનાડુનો કે હાલનો નહીં પરંતુ મધ્યપ્રદેશનો અને જૂનો છે.

અમને 6 ઓક્ટોબર, 2025ના રોજ બીજા એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવો જ એક વીડિયો મળ્યો. જેના કેપ્શન મુજબ, આ વીડિયો મધ્યપ્રદેશના રતલામમાં RSS કાર્યકર્તાઓની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક રેલી નીકળી હતી તેનો છે.
અમારી વધુ તપાસમાં અમને દૈનિક ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ મુજબ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શતાબ્દી નિમિત્તે રતલામ શહેરમાં એક ભવ્ય કૂચ યોજાઈ હતી. પાંચ ઉપનગરોના સ્વયંસેવકો એકઠા થયા અને સૈલાના બસ સ્ટેન્ડ ચોકથી કૂચ કરી હતી.

આ અંગેનો વધુ એક અહેવાલ તમે અહીં જોઈ શકો છો.
આ સમાચાર અહેવાલોમાં સૈલાના બસ સ્ટેન્ડ ચાર રસ્તાનો ઉલ્લેખ હતો. અમે તે સ્થળનું ભૌગોલિક સ્થાન નક્કી કરવાનો પ્રયાસ કર્યો અને તે વાયરલ વીડિયોમાં દેખાતા સ્થળ સાથે મેળ ખાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો મધ્યપ્રદેશનો જ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં RSSના સ્વયંસેવકોના પથ સંચલનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં તમિલનાડુના તિરુવન્નામલાઈ ખાતેનો નહીં પરંતુ મધ્યપ્રદેશના રતલામ ખાતે નીકળેલા RSSના સ્વયંસેવકોના પથ સંચલનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે તમિલનાડુ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો તાજેતરમાં તમિલનાડુ ખાતે નીકળેલા RSSના પથ સંચલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading


