રાજકોટમાં તેમજ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ બાળકોને ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય નથી… જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

હાલ છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બાળકોના અપહરણની ટોળકી સક્રિય હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાલમાં રાજકોટના રેસકોર્સ નજીકથી એક ટોળકી પકડાય હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટના રેસકોર્સમાંથી બાળકોનું અપહરણ કરનાર ટોળકી પકડાય છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રાજકોટ: “બાળકો ઉઠાવતી ગેંગ”ની વાતો માત્ર અફવા, DCP ક્રાઈમની લોકોને અપીલ

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ડીસીપી જગદીશ બાંગરવાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “લોકોને શાંતિ જાળવવા લોકોએ કરી અપીલ, બાળક ચોર ગેંગ સક્રિય નથી, બાળક ઉઠાવતી ગેંગની વાતો માત્ર અફવા જ છે, શંકાસ્પદ લાગતી વ્યક્તિ દેખાય તો પોલીસ ને જાણ કરવી પરંતુ કાયદો હાથ ન લેવો.

તેમજ ડીસીપી દ્વારા તેમણે મીડિયાને આપેલુ નિવેદન પણ અમને મોકાલવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયોમાં દેખાતી ટોળકી બાળકના અપહરણ માટે આવી ન હતી, આ એક માત્ર અફવા છે. ડીસીપી દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી અને કાયદો હાથમાં ન લેવા સુચના આપવામાં આવી છે.

Result Stamp

Title: રાજકોટમાં તેમજ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ બાળકોને ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય નથી… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *