આ વીડિયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છે, જ્યાં દબાણ હટવવાની કામગીરી દરમિયાન આ મહિલા ભાવુક થઈ ગઈ હતી.

લોકસભા ચૂંટણી 2024માં ફૈઝાબાદ સીટ પર ભાજપની હાર બાદ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા દબાણની હટાવવાની કામગીરી ચાલી રહી છે તે જગ્યાએ બાળકીને ખોળામાં લઈને રડતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો અયોધ્યાનો છે, જ્યાં ભાજપાની હાર બાદ લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો અયોધ્યાનો છે, જ્યાં ભાજપાની હાર બાદ લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને adv.abdulazeem નામના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા અપલોડ કરાયેલો આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 7 માર્ચ 2024ના અપલોડ કરવામાં આવ્યો હતો જેની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘આ વીડિયો મહારાષ્ટ્રનો છે.‘
આ ક્લુના આધારે વધારે તપાસ કરતા અમને લોકમત સમાચારના ફોટો જર્નાલિસ્ટ શકીલ ખાનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 22 ફેબ્રુઆરી 2024ના રોજ અપલોડ કરવામાં આવેલો વીડિયો મળ્યો. અહીં વીડિયોમાં છત્રપતિ સંભાજી નગર અને ઔરંગાબાદનું હેશ ટેગ આપવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.
https://www.instagram.com/reel/C3oRUIno8Yi/?utm_source=ig_web_copy_link
તેમજ શકીલ ખાનની પ્રોફાઈલ ચેક કરતા તેમણે આ જ મામલે લોકમત અખબારના સમાચાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં વાયરલ વીડિયોની તસવીર પણ જોઈ શકાય છે. અહીંના સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “છત્રપતિ સંભાજીનગર મુકુંદવાડી રેલ્વે સ્ટેશન પર શિવાજી નગર વચ્ચેના પ્રસ્તાવિત 80 ફૂટના રસ્તામાં અવરોધ ઉભી કરતા લગભગ 200 ઘરોને હટાવવા માટે વહીવટીતંત્રે બુધવારે પોલીસ સાથે કાર્યવાહી શરૂ કરી.”
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરતો અહેવાલ મુક્યો હતો. જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી.
એબીપી માંજા દ્વારા પણ આ જ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ મુંબઈ તક દ્વારા પણ આ ઘટનાને લઈ વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો અયોધ્યાનો નથી. આ વીડિયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છે, જ્યાં આ મહિલા અતિક્રમણ વિરૂદ્ધ વહીવટી કાર્યવાહીને લઈને ભાવુક થઈ ગઈ હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રોઈ રહેલી મહિલાનો વીડિયો અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
