યુવકનું ગળુ દબાવી પાણીમાં ધક્કો મારતી યુવતિનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સત્યઘટના આધારીત નથી. કન્ટેન ક્રિએટર દ્વારા આ વીડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી એક નદીના કિનારે એક યુવકનુ પગથી ગળુ દબાવી રહી છે અને બાદમાં તેને નદીમાં ધક્કો મારી દઈ છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દગાબાજ છોકરીએ તેના પ્રેમીને મારી અને ફેકી દિધો છે અને સત્યઘટનાનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ દગાબાજ છોકરીએ તેના પ્રેમીને મારી અને ફેકી દિધો છે અને સત્યઘટનાનો વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને @IndPrabhat01 નામની યુટ્યુબ ચેનલ પર આ સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ આ ચેનલ પર વધુ સર્ચ કરતા અમને આ યુવતીના આ જ સ્થળ પરથી અન્ય યુવક સાથેના ઘણા વીડિયો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે આ લોકો કન્ટેન ક્રિએટર છે જેઓ આ પ્રકારના જ વીડિયો બનાવતા હોય છે. તેમની ઈન્સટાગ્રામ આઈડી પર પણ આ વીડિયો જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સત્યઘટના આધારીત નથી. કન્ટેન ક્રિએટર દ્વારા આ વીડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:યુવકનું ગળુ દબાવી પાણીમાં ધક્કો મારતી યુવતિનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading