
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દુકાનદાર દ્વારા બાળક પર ગરમ ચા નાંખવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક દુકાનદાર દ્વારા બાળક પર ગરમ ચા નાંખવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક દુકાનદાર દ્વારા બાળક પર ગરમ ચા નાંખવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 9 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લોકો આવું કેમ ના કરી જાણે પોલીસ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આવા લોકો ઉપર. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક દુકાનદાર દ્વારા બાળક પર ગરમ ચા નાંખવામાં આવી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો અમને ફરહાન બેગના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા 31 ડિસેમ્બર, 2025 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ફરહાન બેગને જેને સોશિયલ મીડિયા પર બૂસ્ટર ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમે તેના પેજનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે, તે એક ડિજિટલ ક્રિએટર તરીકે ઓળખાય છે અને નિયમિતપણે છોકરાઓ પર ચા રેડવામાં આવતી હોય તેવા સ્ટેજ્ડ વીડિયો પોસ્ટ કરે છે. તેણે 5 જાન્યુઆરીના રોજ આ જ વાયરલ વીડિયો ફરીથી પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, તેણે આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવ્યો છે.
આ વીડિયોથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો અને ઓનલાઈન આક્રોશ ફેલાયો, ત્યારે નિર્માતાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો. આ પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે, આ વીડિયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો અને વાયરલ વીડિયોમાંથી પડદા પાછળની સામગ્રી શેર કરી હતી.


માહિતી દર્શાવે છે કે, આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, વીડિયોમાં દર્શાવવામાં આવેલી ચાની દુકાન ઉત્તર પ્રદેશમાં આવેલી છે. વધુ સ્પષ્ટતા માટે, અમે નિર્માતાનો સંપર્ક કર્યો, જેમણે જણાવ્યું કે, તે અવારનવાર આવા વીડિયો ફક્ત મનોરંજનના હેતુથી બનાવે છે અને શેર કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક દુકાનદાર દ્વારા બાળક પર ગરમ ચા નાંખવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો એક દુકાનદાર દ્વારા બાળક પર ગરમ ચા નાંખવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading


