
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, “હિંદુત્વ કોઈ ધર્મ નથી પરંતુ ચૂંટણીની રમત રમવાનું એક કાર્ડ છે.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, “હિંદુત્વ ક્યારેય ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી સૂત્ર નથી રહ્યું. હિંદુત્વ અમારા માટે એક ધર્મ સિદ્ધાંત છે. આ ચૂંટણીની રમત રમવા માટેનું કાર્ડ નથી.” લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જે નકલી હિન્દુ અંધભકતો છે. લો કાન ખોલીને સાંભળી લો 😂 . કામ તો મિત્રો માટે જ થશે. તમે અંધભકતી મા રચ્યા રો. પાપા કી લોલીપોપ. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, “હિંદુત્વ કોઈ ધર્મ નથી પરંતુ ચૂંટણીની રમત રમવાનું એક કાર્ડ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને ઝી ન્યૂઝ સમાચાર ચેનલના યુટ્યુબ પર આજ વીડિયો સાથેના સમાચાર 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં 10 મિનિટ પછી મોદીને એક સવાલ પૂછવામાં આવ્યો છે કે, “હિંદુત્વના નારાની મદદથી ભાજપ 1984માં બે બેઠકોથી વધીને 1998માં સરકાર બનાવવાની સ્થિતિમાં પહોંચી ગયું હતું. પરંતુ હવે આ સૂત્ર પણ નિષ્ફળ ગયું છે અને ભાજપે આ ચૂંટણીમાં હારીને સરસ્વતી વંદના અને વંદે માતરમનો સહારો લીધો. પરંતુ લોકો સમજી ગયા કે તમારી પાર્ટી માત્ર ચૂંટણી જીતવા માટે આવા મુદ્દા ઉઠાવે છે. આના જવાબમાં મોદીએ કહ્યું, ““હિંદુત્વ ક્યારેય ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી સૂત્ર નથી રહ્યું. હિંદુત્વ અમારા માટે એક ધર્મ સિદ્ધાંત છે. આ ચૂંટણીની રમત રમવા માટેનું કાર્ડ નથી.”
ઓરિજિનલ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, ‘ના’ શબ્દને એડિટ કરીને કાપી નાખવામાં આવ્યો છે, જેનાથી એવું લાગે છે કે, મોદીએ હિન્દુત્વને ચૂંટણી કાર્ડ કહ્યું છે.
નીચે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના ઓરિજીનલ વીડિયો અને એડિટેડ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો વીડિયો પણ ટાઈમ્સ નાઉ દ્વારા 8 મે, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, “હિંદુત્વ ક્યારેય ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી સૂત્ર નથી રહ્યું. હિંદુત્વ અમારા માટે એક ધર્મ સિદ્ધાંત છે. આ ચૂંટણીની રમત રમવા માટેનું કાર્ડ નથી.” લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો હિંદુત્વ વિશે બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Altered


