
તાજેતરમાં સોશિયલ મીડિયા પર AAP નેતા સૌરભ ભારદ્વાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, AAP નેતા સૌરભ ભારદ્વાજે એપલ મોબાઈલ ફોનમાં SIRIને પ્રશ્ન પૂછતાં તેમનાજ નેતા અરવિંદ કેજરીવાલની પોલ ખોલી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં AAP નેતા સૌરભ ભારદ્વાજનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં સૌરભ ભારદ્વાજ ગેરંટી શબ્દ વિશે પૂછીરહ્યા છે નહીં કે યમુના સફાઈ વિશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 23 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે AAP નેતા સૌરભ ભારદ્વાજે એપલ મોબાઈલ ફોનમાં SIRIને પ્રશ્ન પૂછતાં તેમનાજ નેતા અરવિંદ કેજરીવાલની પોલ ખોલી દીધી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો આમ આધમી પાર્ટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અમને 27 જાન્યુઆરી, 20225ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીના લોકો માટે કેજરીવાલની 15 ગેરંટી.
આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને ક્યાંય પણ AAP નેતા સૌરભ ભારદ્વાજ દ્વારા યમુના નદીની સફાઈ વિશે SIRIને પૂછવામાં આવ્યું હોય એવું જોવા મળ્યું ન હતું. પરંતુ આ વીડિયોમાં વાયરલ વીડિયોના ભળતા દ્રશ્યો અને નિવેદન તમે 1.11 મિનિટથી 3.50 મિનિટ સુધી જોઈ શકો છો. ત્યારે આપ નેતા સૌરભ ભારદ્વાજ SIRIને ગેરંટી શબ્દના સૌપ્રથમ ઉપયોગ વિશે પૂછે છે, ત્યારે તે સામે એવો જવાબ આપે છે કે, ભારતીય રાજનીતિમાં ગેરંટી શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ 2020માં દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અવિંદ કેજરીવાલે કર્યો હતો.
આપ નેતા સૌરભ ભારદ્વાજનો આ જ વીડિયો AAPના સત્તાવાર ટ્વિટર પર 27 જાન્યુઆરી, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
આ સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ AAP નેતા સૌરભ ભારદ્વાજે SIRIને યમુના સફાઈ વિશે પૂછ્યું નથી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો એડિટેડ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં AAP નેતા સૌરભ ભારદ્વાજનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં સૌરભ ભારદ્વાજ ગેરંટી શબ્દ વિશે પૂછીરહ્યા છે નહીં કે યમુના સફાઈ વિશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો AAP નેતા સૌરભ ભારદ્વાજના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered


