આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે જે મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક યુવાન દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતી વખતે લૂંટારુને છોકરી પોતાની લોલીપોપ આપે છે. તેના દયાળુ વર્તનના જવાબમાં, લૂંટારુ ચોરેલી કિંમતી વસ્તુઓ પરત કરે છે, છોકરીના માથા પર હળવેથી થપથપાવે છે અને ચુંબન કરે છે અને ખાલી હાથે દુકાન છોડી દે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લૂંટની ઘટના દરમિયાન ચોરના માનવીય હ્રદય પરિવર્તનનો આ વીડિયો સત્ય ઘટનાને આધારિત છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે ગુગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી અને પરિણામ પરથી અમને 16 નવેમ્બર 2025ના રોજ કામરાન ટીમ ઓફિશિયલ નામની પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો સમાન વીડિયો પ્રાપ્ત થયો હતો. વીડિયોના વર્ણન ભાગમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, વીડિયો સ્ક્રિપ્ટેડ છે, જે વ્યક્તિઓ દર્શાવવામાં આવી છે તે કલાકારો છે.
“આ વીડિયો એક સ્ટેજ્ડ વીડિયો છે અને તેમાં દેખાતા લોકો ખરેખર નાટકના પાત્રો છે, અને આ વીડિયોમાં બતાવેલ શસ્ત્રો નકલી છે. આ વીડિયોનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ વીડિયો કોઈપણ વ્યક્તિ કે કોઈપણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતો નથી. આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુ માટે છે.”
ચેનલમાં ઓછામાં ઓછા 172 વીડિયો છે, જેમાંથી મોટાભાગના સ્ક્રિપ્ટેડ અથવા એડિટેડ સીસીટીવી વીડિયો છે જેમાં રમૂજથી લઈને સામાજિક સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે. સૌથી અગત્યનું, અમને જાણવા મળ્યું કે ચેનલના અન્ય ઘણા વીડિયોમાં સમાન કલાકારો દેખાય છે.
અમને કામરાન ટીમના ફેસબુક પેજ પર અપલોડ કરાયેલો આ જ વીડિયો પણ મળ્યો, જ્યાં કેપ્શનમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વીડિયો સ્ક્રિપ્ટેડ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી. આ પાકિસ્તાની ચેનલ કામરાન ટીમ ઓફિશિયલ દ્વારા મનોરંજન અને જાગૃતિ માટે બનાવેલ સ્ક્રિપ્ટેડ વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:લૂંટારૂને લોલીપોપ આપતો છોકરીનો આ વીડિયો સત્યઘટનાને આધારિત નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


