
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશન પર ઉમટેલી લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતમાં લોકો ગેસ સિલિન્ડર ન મળતાં શહેર છોડી ઘરે જવા ઉધના રેલવે સ્ટેશન પર એકઠા થયા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુરતમાં લોકો ગેસ સિલિન્ડર ન મળતાં શહેર છોડી ઘરે જવા ઉધના રેલવે સ્ટેશન પર એકઠા થયા હોવાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મળ્યું જ્યાં વાયરલ વીડિયો 27 ઓક્ટોબર, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

જેના કેપ્શનમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિવાળી પર વતન જવા સુતના ઉધના રેલવે સ્ટેશન પર લોકો ઉમટી પડ્યા હતા તેની ભીડના આ દ્રશ્યો છે.
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો જૂનો છે અને તેને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
અમારી વધુ તપાસમાં અમને ઉધના રેલ્વે સ્ટેશન પર વર્ષ 2024માં ઉમટેલી ભીડના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. TV9 Bharatvarsh | Zee News
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા અમે સુરતના સ્થાનિક લોકો અને પત્રકારનો સંપર્ક કરતાં અમને તેઓએ જણાવ્યું હતું કે, આ વીડિયો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
જો કે, તાજેતરમાં સુરતના ધાન રેલવે સ્ટેશન પર લોકો ગેસની અછતની અફવાની માહિતીને લીધે વતન પરત જવા એકઠા થયા હતા. જે સમાચાર પણ તમે અહીં જોઈ શકો છો. Sandesh News | Zee 24 Kalak
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુરતમાં લોકો ગેસ સિલિન્ડર ન મળતાં શહેર છોડી ઘરે જવા ઉધના રેલવે સ્ટેશન પર એકઠા થયા હોવાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


