શું ખરેખર ગુજરાતમાં 50 વર્ષથી વધુ વયના શિક્ષકને ફરજીઆત રિટાયર કરાશે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

JD Der નામના ફેસબુક યુઝર દ્વારા 4200 ગ્રેડ પે અમારો અધિકાર નામના ફેસબુક પજ પર તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#4200Gujarat_નીતીવિષયક_નિર્ણય નેતાઓ 80 વર્ષે પણ કામ કરી શકે… શિક્ષકો 50 વર્ષે કામ નો કરી શકે.. — feeling heartbroken.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં 50 વર્ષથી વધુ ઉમરના તમામ શિક્ષકોને ફરજીઆત રિટાયર કરી દેવામાં આવશે.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 4 ઓગસ્ટ 2017નો એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બિહારમાં કથડેલી શિક્ષણ વ્યસ્થાનો સુધારવા મુખ્યમંત્રી નિતિશ કુમાર દ્વારા પ્રવેશ પરિક્ષામાં જે શાળાઓના એક પણ વિદ્યાર્થી પાસ નથી થયા તે શાળાના 50 વર્ષથી વધુ આયુષ્યના શિક્ષકોને ફરજીઆત રિટાર કરી દેવામાં આવશે,

એનડીટીવી | ARCHIVE

જાગરણ, ઝી ન્યુઝ સહિતના મિડિયા હાઉસ દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા.  

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે પુછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિયમ ગુજરાતમાં નથી ગુજરાતમાં શિક્ષકો 58 વર્ષની વયે નિવૃત થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બિહાર સરકાર દ્વારા વર્ષ 2017માં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિયમ નથી લાવવામાં આવ્યો.

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં 50 વર્ષથી વધુ વયના શિક્ષકને ફરજીઆત રિટાયર કરાશે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False