
ગુજરાતના સોશિયલ મિડિયામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મેસેજને લઈ અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મેસેજ અને આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નહિં નીકળે, રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ હાલમાં નથી આવી રહ્યી.” .
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, હાલમાં પણ એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નિકળી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
વતનની ખુશબુ નામના ફેસબુક યુઝર દ્વારા રંગીલું મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હવે એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નહિં નીકળે, રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ હાલમાં નથી આવી રહ્યી.”
FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE
FACT CHECK
સૌપ્રથમ અમે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લીધી હતી. તેમાં અમને આ પ્રકારે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, માર્ચ 2020ના અંત સુધીમાં કુલ 27398 લાખ નોટ સર્ક્યુલેશનમાં છે. જે વર્ષ 2018માં 33632 હતી. સર્ક્યુલેશન નીચુ આવ્યા હોવા છતા આરબીઆઈ દ્વારા 2000ની ચલણી નોટોનું સપ્લાય કરવાનું બંધ કર્યુ નથી.
તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરતા તારીખ 2 ડિસેમ્બર 2020ના તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરી માહિતી આપી હતી કે, આ સમાચાર તદ્દન ખોટા છે. આરબીઆઈ દ્વારા આપૂર્તિ બંધ કરી દેવામાં નથી આવી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, હાલમાં પણ એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નિકળી રહી છે.

Title:શું ખરેખર ATM માંથી 2000 રૂપિયાની નોટ નિકળવાની બંધ થઈ જશે…?
Fact Check By: Yogesh KariaResult: False
