શું ખરેખર ભારતમાં યસ બેંકના 18 હજાર કર્મચારીઓને નોકરી જશે.? જાણો શું છે સત્ય..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Akash Mahera Bhoiraj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે. બોલો જય શ્રીરામ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 185 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 74 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યસ બેંકના 18238 કર્મચારીઓએ નોકરીમાંથી હાછ ધોઈ બેસવો પડશે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર यस बैंक के 18 हजार कर्मचारी नौकरी से हाथ धोयेंगे લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમન NEWS 18નોએક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં નિર્મલા સિતારમણ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોનફરન્સ અંગેની માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “આગામી એક વર્ષ માટે યસ બેંકના કર્મચારીઓની નોકરી અને સેલેરી સુરક્ષિત છે. આગામી એક વર્ષ સુધી કોઈની નોકરી નહીં જાય.”

NEWS 18 HINDI | ARCHIVE

ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને NAVBHARAT TIMES નો એક અહેવાલ પ્રાપ્ત થચો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “એસબીઆઈ દ્વારા યસ બેંકના કર્મચારી અંગે મોટુ નિવેદન આપવામાં આવ્યુ હતુ, એક વર્ષ સુધી કોઈ કર્મચારીનું ઈન્ક્રિમેન્ટ નહિં થાય પરંતુ તમામની નોકરી સુરક્ષિત રહેશે.”  જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

NAVBHARAT TIMES | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, યસ બેંકના કોઈ કર્મચારીની નોકરી આગામી એક વર્ષ સુધી નથી જવાની.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. આગામી એક વર્ષ સુધી યસ બેંકના એક પણ કર્મચારીની નોકરી નથી જવાની જે માહિતી નાણામંત્રી નિર્મલા સિતારમણે આપી છે. 

Avatar

Title:શું ખરેખર ભારતમાં યસ બેંકના 18 હજાર કર્મચારીઓને નોકરી જશે.? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False