મધ્ય પ્રદેશના ખંડવાના ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર સિંહનો 6 સેકેન્ડનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, “यूपी में ऐसी भी महिलाएं हैं जो हर हफ़्ते बच्चा देती है, साल भर में 52 बच्चे देती है.”. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા સાંસદ દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર સિંહનું અધૂરૂ નિવેદન છે. જે નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yoddha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા સાંસદ દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ દ્વારા પ્રસારિત આ જ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે તેમણે 15 ઓક્ટોબર 2020ના પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

https://twitter.com/digvijaya_28/status/1316617466848706563?s=20

Archive

તેમજ અમને આ જ ટ્વિટના રિપ્લાયમાં એક યુઝર દ્વારા આપવામાં આવેલો જવાબ પ્રાપ્ત થયો હતો. જેમાં તેમણે નંદ કુમાર સિંહનો પૂરો વિડિયો મુક્યો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “राहुल गांधी का वीडियो वायरल हुआ है वो देख लो, आज उन्होंने वीडियो में कहा है यूपी में ऐसी भी महिलाएं हैं जो हर हफ़्ते बच्चा देती है. साल भर में 52 बच्चे देती है. ये मैंने वीडियो में देखा है. आप भी देखो.

Archive

આ ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને 24 એપ્રિલ 2019ના રોજ TV9 ભારતવર્ષનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે રિપોર્ટમાં અમને પ્રેસ સાથે વાત કરતા નંદ કુમાર સિંહનો આ સંપૂર્ણ વિડિયો મળ્યો હતો. જેમાં મિડિયાના સવાલના જવાબમાં તેમણે રાહુલ ગાંધીના વાયરલ થયેલા વિડિયોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાહુલ ગાંધી વિડિયોમાં કહી રહ્યા છે કે યુપીમાં એવી મહિલાઓ છે જે દર અઠવાડિયે બાળકને જન્મ આપે છે. એક વર્ષમાં 52 બાળકોને જન્મ આપે છે.

તેમજ તમે વાયરલ વિડિયો અને ઓરિજનલ વિડિયો વચ્ચેની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર સિંહનું અધૂરૂ નિવેદન છે. જે નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ...?

Fact Check By: Yogesh Karia

Result: Misleading