અલ્જીરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ અઝીઝ બૌતેફ્લિકાના પાંચમા કાર્યકાળનો લોકોએ વિરોધ કર્યો હતો.

ફ્રાંસમાં ચાલી રહેલા વિરોધને લઈ સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં હાજર લોકો હાથમાં ઝંડા લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સની રાજધાની પેરિસમાં રિપબ્લિક સ્ક્વેર છે, જ્યાં શરણાર્થીઓ દ્વારા કબ્જો કરવામાં આવ્યો અને વિરોધ કરવામાં આવ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajendra Raj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફ્રાન્સની રાજધાની પેરિસમાં રિપબ્લિક સ્ક્વેર છે, જ્યાં શરણાર્થીઓ દ્વારા કબ્જો કરવામાં આવ્યો અને વિરોધ કરવામાં આવ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને સેલિના સ્કાયસ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા માર્ચ 2019ની કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં વાયરલ વીડિયો જોઈ શકાય છે. ટ્વિટ સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પેરિસના પ્લેસ ડે લા રિપબ્લિકનો છે, જ્યાં ફ્રાન્સમાં રહેતા અલ્જીરિયાના લોકો વિરોધ કરતા જોવા મળે છે. આ પ્રદર્શન અલ્જેરિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ બૌતેફ્લિકાના પાંચમા કાર્યકાળ માટે કરવામાં આવી રહ્યુ હતુ.

Archive

આ જ ક્લુના આધારે સર્ચ કરતા અમને બીજા પણ ઘણા ટ્વિટ પ્રાપ્ત થયા હતા. જેમાં વાયરલ વીડિયોને જોઈ શકાય છે. જે પણ વર્ષ 2019માં જ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વધુ તપાસ કરતા અમને Voa News દ્વારા 4 માર્ચ 2019 પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમા વાયરલ વીડિયોને જોઈ શકાય છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ફ્રાન્સના પેરિસનો છે. જ્યાં અલ્જીરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ અઝીઝ બૌતેફ્લિકાના પાંચમા કાર્યકાળનો લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધમાં મોટી સંખ્યામાં અલ્જેરિયાના લોકોએ ભાગ લીધો હતો.

VOA NEWS | ARCHIVE

ફ્રેન્ચ મીડિયા વેબસાઈટ રેડિયો ફ્રાન્સ ઈન્ટરનેશનલે પણ માર્ચ 2019માં તેની વેબસાઈટ પર આ વિરોધ અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિરોધ પ્રદર્શનનો વીડિયો હાલનો નહિં પરંતુ આજ થી ચાર વર્ષ પહેલા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો છે. અલ્જીરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ અઝીઝ બૌતેફ્લિકાના પાંચમા કાર્યકાળનો લોકોએ વિરોધ કર્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર શર્ણાર્થીઓ દ્વારા રિપબ્લિક સ્કેવર પર કબ્જો કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False