શું ખરેખર રાજપક્ષાના પુત્રની લક્ઝરી કારને આગ લગાડવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા તેના ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, સોશિયલ મિડિયા પર શ્રીલંકાના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે. 

આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે ,જેમાં લેમ્બોરગીની અને લિમોઝિન સહિત પાર્ક કરેલી લક્ઝરી કાર જોવા મળે છે. જ્યારે બીજા ભાગમાં આ તમામ કારને આગ લગાવવામાં આવી રહ્યી છે, આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ લક્ઝરી કાર શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના પુત્રની છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એવેનરા ગાર્ડન હોટેલ્સના પરિસરમાંથી શૂટ કરવામાં આવ્યો છે, જેની માલિકી સચિથ ડી સિલ્વાની છે, મહિન્દા રાજપક્ષના પુત્રની નહીં.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

वतन ए आजादी आजादी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ લક્ઝરી કાર શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના પુત્રની છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ કટ્ટર નામની યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો બીજો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “એવેનરા હોટલ પાસે લેમ્બરર્ગિની સહિત લક્ઝરી વાહનોને આગ લગાડવામાં આવી.

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને TheTalksToday.com નામની વેબસાઈટ પરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “શ્રીલંકાના નેગોમ્બોમાં મિરિગામા રોડ પરની એવેન્રા હોટેલ, પરિસરમાં પાર્ક કરેલી લેમ્બોર્ગિનીસ સહિતની લક્ઝરી કારને સળગાવી દેવામાં આવી હતી. લેખમાં ખુલાસો થયો કે હોટલનો માલિક સચિથ ડી સિલ્વા છે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સચિથ ડી સિલ્વાના LinkedIn પેજ પર માહિતી આપવામાં આવી હતી કે, તેઓ ઓસ્ટ્રેલિયામાં હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો અભ્યાસ બાદ 2016 થી એવેનરા જૂથના ડિરેક્ટર છે. તેમના ફેસબુક પેજ પર વાયરલ વિડિયોમાં જે કારના ફોટો જોવા મળે છે તે જ ફોટો જોવા મળે છે. 

તેમજ વધુ સર્ચ કરતા અમને યુટ્યુબ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે,, સચિથ ડી સિલ્વા એક ડ્રેગ રેસર પણ છે અને હાઈ એન્ડ લાઈફસ્ટાઈલ જીવે છે. તેમજ વાયરલ વિડિયોમાં જોવા મળતી કારનું ક્લેકશન પણ જોવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે વધુ સર્ચ કરતા અમે શ્રીલંકા મોટર ટ્રાફિક ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર કારના નંબર અંગે સર્ચ કર્યુ હતુ. પરંતુ અમને કારના માલિક અંગેની કોઈ માહિતી વેબસાઈટ પર પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ લંકા ટ્રેંડિગ નામના ટ્વિટર યુઝર દ્વારા વિડિયો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “એવેનરા હોટેલ્સના માલિક શ્રીલંકા SLPPના સમર્થક હતા જે શ્રીલંકામાં વર્તમાન સરકાર ધરાવે છે.

તેમજ આ હોટલ મેનેજમેન્ટ દ્વારા તેમના ફેસબુક પેજ પર એક પોસ્ટ મુકીને તેમને ત્યાં હુમલો થયાનું તેમજ ફરી હોટલને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલના પરિણામે જે હિંસા થઈ હતી તેનો અર્થ એ થયો કે નેગોમ્બો વિસ્તારમાં AVENRA GARDENS, AVENRA BAYONTE, AVENRA DYNASTY, AVENRA TRAVELS અને AVENRA WOK સમાવિષ્ટ એવેનરા હોટેલ ગ્રુપને મેના રોજ અત્યંત અપ્રિય અનુભવનો સામનો કરવો પડ્યો હતો. 09મી, જેનો કંપનીએ પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. લગભગ 2 દાયકાના સમયગાળામાં અર્થતંત્રમાં લગભગ હજારો નોકરીઓનું યોગદાન આપીને, અમે તમારા જીવનના સુંદર દિવસોને ઉચ્ચતમ સ્તરની આતિથ્ય સાથે રંગીન બનાવવાનું અમારું પ્રાથમિક લક્ષ્ય બનાવ્યું છે. 

https://www.facebook.com/avenragardensnegombo/posts/2953336044956946?__cft__[0]=AZVnqkCh9rt5v_G7H5f4l8YcXFtG6ya67h7zF5UP2PR15X45EoFFKFG19CX16NDL8V43Nwgu72AZiq9AA8G9Zj1qDzWCokavTsizclmpF1p4DtTxeuqAWD8cgEgvFkmh_J78y6ZERknlmEQ0aWfH0vs0&__tn__=%2CO%2CP-R

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એવેનરા ગાર્ડન હોટેલ્સના પરિસરમાંથી શૂટ કરવામાં આવ્યો છે, જેની માલિકી સચિથ ડી સિલ્વાની છે, મહિન્દા રાજપક્ષના પુત્રની નહીં.

Avatar

Title:શું ખરેખર રાજપક્ષાના પુત્રની લક્ઝરી કારને આગ લગાડવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False