શું ખરેખર હાથી પરથી પડી ગયા બાદ બાબા રામદેવને હોસ્પિટલમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. બાબારામ દેવ હાથી પર યોગા કરતા કરતા બેલેન્સ ગુમાવી બેસે છે અને નીચે પડી જાય છે. આ વિડિયો વાયરલ થયા બાદ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોકટર બાબા રામદેવનુ ચેકિંગ કરી રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે બાબા રામદેવને હાથી પર યોગા કરવુ ભારી પડ્યુ. એટલે કે હાથી પરથી પડ્યા બાદ બાબા રામદેવ ઘાયલ થયા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે હાથી પરથી પડ્યાબાદ બાબા રામદેવ ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે વાત તદ્દન ખોટી છે. આ ફોટો વર્ષ 2011માં બાબા રામદેવ ભૂખ હળતાળ પર બેઠા હતા જે સમયે તેમને દેહરાદૂનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Manish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાબા રામદેવ હાથી પરથી નીચે પડ્યા બાદ ઘાયલ થઈ ગયા તેની ફોટો છે.” 

Facebook | Fb Post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આપને બાબા રામદેવ મથુરાના આશ્રમમાં હાથી પરથી નીચે પડી રહ્યા છે તે વિડિયો બતાવી આપી, જેમાં તેઓ હાથી પર નીચે પડ્યા બાદ ચાલીને જતા દેખાઈ રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો. 

આમ, વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને ચાલી રહ્યા છે. તો પછી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો છે કે કેમ..? તે જાણવા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ હિન્દુબિઝનેસલાઈન નામની વેબસાઈટનો વર્ષ 2011નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમા પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો હતો. તે શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કાળાધન અને ભષ્ટ્રાચારના વિરોધમાં બાબા રામદેવ ભૂખ હળતાળ પર બેઠા હતા. જેના પગલે તેમની તબિયત ખરાબ થતા ત્તત્કાલિન મુખ્યમંત્રી રમેશ પોખરિયાલના આદેશથી હરિદ્રારના ક્લેક્ટર દ્વારા બાબારામદેવની દેહરાદૂનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.” જે તમે નીચે જોઈ શકો છો.

ઘ હિન્દુબિઝનેસ લાઈન | સંગ્રહ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હાથી પરથી પડ્યાબાદ બાબા રામદેવ ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે વાત તદ્દન ખોટી છે. આ ફોટો વર્ષ 2011માં બાબા રામદેવ ભૂખ હળતાળ પર બેઠા હતા જે સમયે તેમને દેહરાદૂનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારનો છે.

Avatar

Title:શું ખરેખર હાથી પરથી પડી ગયા બાદ બાબા રામદેવને હોસ્પિટલમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False