શું ખરેખર મોદીની જીતની ખુશીમાં કેનેડામાં ગુજરાતીએ ઉડાવ્યા ડોલર…? જાણો સત્ય

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

Ânãnd Mødì  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #मोदी_जी_की_जीत_कि_खुशी में शेर बाजार ने जो तेजी अाई उसमे माला माल हुवे एक गुजराती मे मिल्टन कैनेडा में डॉलर उड़ाए. अदभुत दृश्य!  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 136 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 73 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.05.27-00-51-18.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત ન થતાં અમે અમારી તપાસ આગળ વધારી હતી. વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે ગુજરાતી ટીવી ચેનલ ટીવી9 ગુજરાતી ના ટ્વિટર પર પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Tv9 Gujarati | Archive

ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવેલા વીડિયોની વધુ તપાસ માટે અમે યુટ્યુબનો સહારો લીધો અને Money Shower On Street Canada લખતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.05.27-01-09-01.png

Youtube | Archive

ઉપરના પરિણામોમાં SEVEN50 નામની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો 15 મે, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયોના શીર્ષક પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, God Joe Kush નામના વ્યક્તિ દ્વારા ન્યૂયોર્કના ડાયમંડ જિલ્લાના રસ્તા પર પાંચ બિલિયન ડોલર ઉડાવવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર પછી અમે ગુગલનો સહારો લીધો અને God Joe Kush સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.05.27-01-40-04.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને God Joe Kush નામે એક ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મળી. આ પ્રોફાઈલ પર પણ ઉપરનો વીડિયો 16 મે, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો સિવાય અન્ય વીડિયો પણ મૂકવામાં આવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, Joe Kush એક મ્યુઝિક પ્રોડ્યુસર છે.

Instagram Link

Archive

ઉપરના પરિણામો પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં દર્શાવેલા વીડિયોને મોદીની જીત સાથે કોઈ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્માં દર્શાવેલા વીડિયોને મોદીની જીતની ખુશી સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર મોદીની જીતની ખુશીમાં કેનેડામાં ગુજરાતીએ ઉડાવ્યા ડોલર…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False