Keshu Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અમેરીકા સુધી જેના વખાણ થયા તે જયોતી બુજાઈ ગઈ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 113 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 46 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાયકલ ગર્લ જ્યોતિનો રેપ અને હત્યા કરવામાં આવી.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ ફેક્ટ ક્રેસન્ડો દ્વારા સાયકલ ગર્લ જ્યોતિ પાસવાન અને તેના પિતા મોહન પાસવાનનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે,

સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલી ખબર તદ્દન ખોટી છે. જ્યોતિ પાસવાન જીવિત છે અને સ્વસ્થ છે. પોસ્ટમાં દેખાઈ રહેલી મૃત છોકરી જ્યોતિ પાસવાન (સાયકલ ગર્લ) નથી. જ્યોતિ હાલમાં તેના સાયકલના ટ્રાયલના અભ્યાસમાં વ્યસ્ત છે. અમને પણ સોશિયલ મિડિયા પર આ પોસ્ટ જોવામાં આવી ત્યારબાદ અમને પણ ઘણા સબંધીઓના ફોન આવ્યા હતા. આ અંગે કમતૌલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. અમે સોશિયલ મિડિયા ઉપયોગ કર્તાઓને ખોટા સમાચાર આગળ ન ફેલાવા વિનંતી કરી છીએ.

આ સિવાય અમે કમતૌલ પોલીસ સ્ટેશનના એસએચઓ સવાર આલમ સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા પર જ્યોતિ પાસવાનના નામથી ખોટી વાત ફેલાવવામાં આવી રહી છે. સોશિયલ મિડિયા પર જે ફોટો વાયરલ થઈ રહી છે તે સાયકલ ગર્લ જ્યોતિની નથી, આ સંપૂર્ણ બીજી ઘટના છે જેને જ્યોતિ પાસવાન સાથે જોડવામાં આવી રહી છે. જ્યોતિ પાસવાન એકદમ સ્વસ્થ છે અને તેના પિતા મોહન પાસવાનએ આ અંગે એક ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદ ફેસબુક યુઝર શાહીન સેગલ વિરૂધ્ધ નોંધાવવામાં આવી છે. જેમણે આ ખોટા સમાચાર અપલોડ કર્યા હતા. પ્રાથમિકી ક્રમાંક 158/2020 જેને 4 જૂલાઈના નોંધવામાં આવી છે. શાહીન સેગલ પર 295(એ) આપીસી ધારા 504 અને 505 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.”

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, જ્યોતિ પાસવાન સ્વસ્થ છે અને જીવે છે.

તો પછી પોસ્ટમાં જેનો ફોટો છે તે છે કોણ.....?

વધુ શોધ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, લાઈવ હિન્દુસ્તાન દ્વારા પ્રસારિત અહેવાલ અનુસાર દરભંગા જિલ્લામાં 1 જૂલાઈના 13 વર્ષીય જ્યોતિ કુમારીનો મૃતદેહ મળી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર તપાસમાં કિશોરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ. રિપોર્ટમાં મોતનું કારણ કરંટ લાગ્યા બાદ દમ ઘુટવાથી થયુ હોવાનું જાણવા મળ્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડો દ્વારા પતૌર ઓ.પી ગામના એસ.એચ.ઓ બરૂન કુમારનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પીએમ રિપોર્ટ અનુસાર જ્યોતિ કુમારીની મોત કરંટ લાગવા થી થઈ હતી. રિપોર્ટમાં બાલિકા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હોવાનો કોઈ ઉલ્લેખ નથી. આ અંગેની તપાસ હજુ ચાલુ છે. પંરતુ એ વાત નિશ્ચિત છે કે આ બાળકી સાથે કોઈ દુષ્કર્મ કરવામાં નથી આવ્યુ. તેની મોત ઈલેક્ટ્રિક શોટ લાગવાથી થઈ હતી અને તેના ગળામાં દાઝી જવાના નિશાન પણ જોવા મળ્યા હતા. તેમજ જ્યોતિ કુમારી સાઈકલ ગર્લ જ્યોતિ પાસવાન નથી. બંનેના નામ એક સરખા હોવાના કારણે આ ગેરસમજ થઈ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ અનુસાર મૃતક ના પિતાએ આરોપ મુક્યો છે કે, અર્જૂન મિશ્રાએ તેમના બગીચામાં કેરી ચોરી કરવાને લઈ પિડિતા સાથે દુષ્કર્મ ક્રયુ અને તેની હત્યા કરી હતી. મૃતકના પરિવારે આ અંગે એફઆઈઆર નોંધાવી છે.

ત્યારબાદ ફેક્ટ ક્રેસન્ડોએ દરભંગાના એસએસપી બાબૂ રામનો સંપર્ક સાધ્યો હતો. જેમણે અમને જણાવ્યુ હતુ કે, “મૃતક સાથે દુષ્કર્મની વાત પીએમ રિપોર્ટમાં સામે નથી આવી. મોતનું કારણ કરંટ લાગવા અને શ્વાસ રૂંધાવાથી થયો હતો. જો કે, પરિવારના આરોપની પણ જાંચ કરવામાં આવી રહી છે. પરંતુ એક વાત સ્પષ્ટ કરી દઈએ કે મૃતક જ્યોતિ કુમારી અને સાયકલ ગર્લ જ્યોતિ પાસવાન બંને અલગ છે. જે બંને દરભંગાની રહેવાસી છે. સાઈકલ ગર્લ જ્યોતિ પાસવાન સ્વસ્થ છે અને જીવે છે.

તેમજ આ ઘટનાની સ્પષ્ટીકરણ NCIB દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર શેર કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “જિલ્લા અને એક જ નામના ચક્કરમાં લોકોને લાગી રહ્યુ છે કે, સાયકલ ગર્લ જ્યોતિ પાસવાનની મોત થઈ હતી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જ્યોતિ કુમારીનો છે. જ્યોતિ પાસવાનનો નહિં, બંનેના નામ એકસરખા હોવાને કારણે ગેરસમજણ ઉભી થઈ છે.

Avatar

Title:શું ખરેખર સાયકલ ગર્લ જ્યોતિની રેપ અને હત્યા થઈ....? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False