શું ખરેખર શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હિન્દૂ હૃદય સમ્રાટ મુરલી મનોહર જોશી ના જમાઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહ નવાઝ હુસેન ને જન્મદિવસ ની શુભેચ્છાઓ આ ભાજપ અને સંઘ વાળા ને મુલ્લા જીજાજી બહુ ગમે હો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે. આ પોસ્ટને 164 લોકોએ લાઈક કરી હતી. 4 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.28-18_56_15.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને Bihar Tak ચેનલ દ્વારા 13 ફેબ્રુઆરી, 2019 ના રોજ શાહનવાઝ હુસૈનની પ્રેમ કહાની પર કરવામાં આવેલી વેલેન્ટાઈન ડે સ્પેશિયલ સ્ટોરી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 1986 માં શાહનવાઝ હુસૈન જ્યારે દિલ્હી ખાતે ગ્રેજ્યુએશન માટે ભણતા હતા ત્યારે તેમની મુલાકાત રેણુ શર્મા નામની એક છોકરી સાથે થઈ હતી. તેમની આ પ્રેમ કહાનીને પૂર્ણ પૂરા નવ વર્ષ લાગ્યા કારણ કે બંનેના ધર્મ જુદા જુદા હોવાને કારણે કુટંબીજનોને આ લગ્ન મંજૂર ન હતા. આખરે 1994 માં બંનેના લગ્ન સંપૂર્ણ થયા. નીચે તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો.

Archive

વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, શાહનવાઝ હુસૈન અને રેણુ શર્માના બે બાળકો છે જેમના નામ અરબાઝ હુસૈન અને આદિબ હુસૈન છે. શાહનવાઝ હુસૈન અને તેમની પત્ની રેણુ શર્માનો પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો અમને patrika.com દ્વારા 7 ઓક્ટોમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.patrika.com-2020.07.28-19_49_49.png

Archive

હવે મુરલી મનોહર જોશી અને શાહનવાઝ હુસૈનની પત્ની રેણુ શર્મા વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને starsunfolded.com દ્વારા મુરલી મનોહર જોશી વિશેની તમામ માહિતી આપવામાં હતી. જેમાં મુરલી મનોહર જોશીની બે દીકરીઓ હોવાનું જણાવ્યું હતું. આ બંનેના નામ નિવેદિતા જોશી અને પ્રિયંવદા જોશી છે. 

screenshot-starsunfolded.com-2020.07.28-20_35_20.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ હોવાની માહિતી તદ્દન ખોટી છે. મુરલી મનોહર જોશી અને શાહનવાઝ હુસૈનની પત્ની રેણુ શર્મા વચ્ચે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ હોવાની માહિતી તદ્દન ખોટી છે. મુરલી મનોહર જોશી અને શાહનવાઝ હુસૈનની પત્ની રેણુ શર્મા વચ્ચે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False