ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો

મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાની બહાર દરિયાના મોઝા ઉછડતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાનો આ વીડિયો બિપોરજોઈ વાવાઝોડા દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gel Krupa Aegro નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાનો આ વીડિયો બિપોરજોઈ વાવાઝોડા દરમિયાનનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલને આગળ વધારી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ABC News નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાના દ્રશ્યો છે.” જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને CNN-News18 દ્વારા પણ આ જ વીડિયોને આ જ માહિતી સાથે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ જૂદા-જૂદા મીડિયા હાઉસ Indiatoday.in, IndianExpress.com, Tv9Marathi, દ્વારા આ જ વીડિયો સાથેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રાપ્ત થયો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલના બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો નહિં પરંતુ તાઉ-તે વાવાઝોડા દરમિયાનનો વર્ષ 2021નો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:તાઉતે વાવાઝોડા દરમિયાનના મુંબઈના વીડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False