દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબનો છે. જ્યાં ખેડૂતો FCI ના ગોદામોમાં MSP પર ખરીદેલા અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. આ રીતે ખેડૂતો અનાજને સડાવીને સડેલા અનાજને બિયર તથા અન્ય આલ્કોહોલ બનાવતી કંપનીઓને વેચીને બમણો નફો કમાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પંજાબનો નહીં પરંતુ હરિયાણાનો છે. વર્ષ 2017 માં હરિયાણાના ફતેહાબાદ અનાજ બજારમાં દુકાન નંબર 124 બી ખાતે અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ આ દુકાન માલિકને આ અંગે નોટિસ પણ આપવામાં આવી છે એવું માર્કેટના સચિવ સંજીવ સચદેવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, FCI storage yards with wheat bought at MSP. This is the scene across Punjab. Water is sprinkled on wheat bags to make the grain rot and it is then sold to distilleries and breweries by the 5 Star farmers who are agitating on the Delhi border. There is big money involved!. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબનો છે. જ્યાં ખેડૂતો FCI ના ગોદામોમાં MSP પર ખરીદેલા અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. આ રીતે ખેડૂતો અનાજને સડાવીને સડેલા અનાજને બિયર તથા અન્ય આલ્કોહોલ બનાવતી કંપનીઓને વેચીને બમણો નફો કમાય છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Punjab Kesari Haryana દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 28 એપ્રિલ, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અનાજનું વજન વધારાવા માટે ફતેહાબાદના અનાજ બજારમાં વેપારીઓ દ્વારા અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

Archive

ઉપરોક્ત માહિતી સાથેના અન્ય સમચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. jagran.com | hindi.news18.com

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ફતેહાબાદ અનાજ બજારના સચિવ સંજીવ સચદેવાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો ફતેહાબાદના અનાજ બજારનો છે. જ્યાં એક વેપારીની દુકાનનો કર્મચારી અનાજનું વજન વધારવા માટે અનાજની બોરીઓ પર પાણી છાંટી રહ્યો હતો. અમારા ધ્યાને આ ઘટના આવતાં અમે તરત જ એ વેપારીનું લાયસન્સ એક અઠવાડિયા પૂરતું રદ કર્યું હતું. વેપારીએ આ અંગે લેખિતમાં માફી માગીને આવી ઘટના ફરી નહીં બને એ અંગેની ખાતરી આપી હતી.”

અમારી વધુ તપાસમાં અમને ABP Sanjha દ્વારા પણ આ વીડિયો હરિયાણાના ફતેહાબાદનો હોવાનો એક વાયરલ સચ સાબિત કરતા અહેવાલનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમને સંજીવ સચદેવા દ્વારા વેપારીને મોકલવામાં આવેલી નોટિસ અને ત્યાર બાદ વેપારી દ્વારા લખવામાં આવેલું માફીપત્ર અમને મોકલવામાં આવ્યું હતું જે તમે નીચે જોઈ શકો છો.

ca62513d-442c-4ca7-aa19-e2e2382f4da7.jpg
b6ea7054-fd74-47f1-8b43-44040370c2f9.jpg

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 માં પંજાબમાં નહીં પરંતુ હરિયાણાના ફતેહાબાદના અનાજ બજારમાં બનેલી ઘટનાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 માં પંજાબમાં નહીં પરંતુ હરિયાણાના ફતેહાબાદના અનાજ બજારમાં બનેલી ઘટનાનો છે.

Avatar

Title:હરિયાણાનો અનાજની બોરીઓ પર પાણીના છંટકાવનો વર્ષ 2017 નો વીડિયો પંજાબના નામે વાયરલ...

Fact Check By: Vikas Vyas

Result: False