સામાજિક કાર્યકર અતિયા અલ્વીનો વીડિયો અટલ બિહારી વાજપેયીની ભત્રીજીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અટલ બિહારી વાજપેયીની ભત્રીજીનો છે જે વર્તમાન સરકાર વિરુદ્ધમાં બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એક સામાજિક કાર્યકર અતિયા અલ્વીનો છે જેને અટલ બિહારી વાજપેયી સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Aashif Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અટલ બિહારી વાજપેયીની ભત્રીજીનો છે જે વર્તમાન સરકાર વિરુદ્ધમાં બોલી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં જમણી બાજુ પર HNP News લખેલું જોઈ શકાય છે. હવે આ કીવર્ડથી સર્ચ કરતાં અમને HNP News નામની એક સમાચારની યુટ્યુબ ચેનલ પર આજ વીડિયો 3 જાન્યુઆરી, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં 1.36 મિનિટ પર વીડિયોમાં દેખાતી મહિલાનું નામ અતિયા અલ્વી બતાવવામાં આવ્યું છે. વધુમાં આ વીડિયો દિલ્હીના જંતરમંતર ખાતેનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

image2.jpg

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અતિયા અલ્વીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “3 જાન્યુઆરી, 2020 ના રોજ જંતરમંતર પર એક વિરોધ પ્રદર્શનમાં હું જોડાઈ હતી આ વીડિયો એ સમયનો છે અને મારે અટલ બિહારી વાજપેયી સાથે કોઈ જ સંબંધ નથી.”

Thubnail-Post-No-Template.png

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને અટલ બિહારી વાજપેયીની ભત્રીજી વિશે જાણવાની કોશિશ કરતાં અમને એનડીટીવી દ્વારા 16 નવેમ્બર, 2018 ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં અટલ બિહારી વાજપેયીની ભત્રીજીના ફોટા સાથે તેમનું નામ કરૂણા શુક્લા દર્શાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ 24 ઓગસ્ટ, 2018 ના રોજ ફર્સ્ટપોસ્ટ દ્વારા પ્રકાશિત એક અન્ય સમાચારમાં અટલ બિહારી વાજપેયીની બીજી ભત્રીજી કાંતિ મિશ્રાનો ફોટો પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

image3.png

 NDTV Archive | Firstpost Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા એક સામાજિક કાર્યકર અતિયા અલ્વી છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની ભત્રીજીઓના નામ અનુક્રમે કરુણા શુક્લા અને કાંતિ મિશ્રા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એક સામાજિક કાર્યકર અતિયા અલ્વીનો છે જેને અટલ બિહારી વાજપેયી સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:સામાજિક કાર્યકર અતિયા અલ્વીનો વીડિયો અટલ બિહારી વાજપેયીની ભત્રીજીના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False