શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો યુપી પોલીસનો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

કાદવવાળા પાણીમાં પોલીસ કર્મીઓને લઈ જતી રિક્ષાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રિક્ષા થોડી ચાલ્યા બાદ પલટી ખાઈ છે અને તેમાં બેસેલા લોકો કાદવવાળા પાણીમાં પડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસની રિક્ષા પલટી ખાઈ જતો આ વિડિયો યુપીનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો યુપીનો નહિં પરંતુ રાજસ્થાનના દૌસા શહેરનો છે. યુપી પોલીસનો આ વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel Jaypal – GoGo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસની રિક્ષા પલટી ખાઈ જતો આ વિડિયો યુપીનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દૈનિક ભાસ્કર દ્વારા પ્રકાશિત કરેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, વાયરલ વિડિયોમાં બતાવવામાં આવેલી ઘટના રાજસ્થાનના દૌસા જિલ્લાના બંડીકુઇ શહેરમાં બની હતી.

વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા હતા. ઈ-રિક્ષા ચાલક રસ્તા પર ખાડા ન જોઈ શક્યો અને વાહન પલટી ગયું. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી.

વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા હતા. ઈ-રિક્ષા ચાલક રસ્તા પર ખાડા ન જોઈ શક્યો અને વાહન પલટી ગયું. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી.

નવભારત ટાઇમ્સે તેમની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પણ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે આ ઘટના રાજસ્થાનનો છે.

ફેક્ટ ક્રેસેન્ડોએ દૌસાના એસપી અનિલ કુમારનો સંપર્ક કર્યો હતો, જેમણે પુષ્ટિ કરી કે વાયરલ વિડિયો ખરેખર દૌસા જિલ્લાનો છે.

“વાયરલ વિડિયોનો યુપી સાથે કોઈ સંબંધ નથી. તે રાજસ્થાનનો છે. અમે કહી શકીએ કે વાયરલ દાવા ખોટા છે,” તેમણે અમને જણાવ્યુ હતુ.

આ વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થયા પછી, યુપી પોલીસના ફેક્ટ-ચેકિંગ વિભાગે પણ આ વિડિયો વિશે સ્પષ્ટતા કરી હતી અને ટ્વિટ કર્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો યુપીનો નહિં પરંતુ રાજસ્થાનના દૌસા શહેરનો છે. યુપી પોલીસનો આ વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો યુપી પોલીસનો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False