શું ખરેખર ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા ક્લેકટરને ઠપકો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુરશી પર બેસેલ વ્યક્તિ લોકડાઉનને લઈ પોતાની વ્યથા જણાવી રહ્યો છે. તેમજ ઔરંગાબાદના અધિકારીઓ પર તે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા લોકડાઉનને લઈ ક્લેકટરને ખખડાવવામાં આવ્યા.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઔરંગાબાદના સેસન્સ કોર્ટના જજનો નહિં પરંતુ AIMIMના સાંસદ ઈમ્તિયાજ જલીલનો વિડિયો છે. સેસન્સ કોર્ટના જજ દ્વારા નિવેદનની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા લોકડાઉનને લઈ ક્લેકટરને ખખડાવવામાં આવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ફેસબુક પોસ્ટ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઔરંગાબાદમાં લોકડાઉનના નિર્ણયને લઈ AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલ દ્વારા આપત્તિ વર્તાવવામાં આવી.” આ પોસ્ટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ વધુ સર્ચ કરતા અમને યુટ્યુબ ચેનલ દેવેન ટીવી લાઈવ પર 9 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ જ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ વ્યક્તિ AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલ છે. 

EMBED

ARCHIVE

તેમજ ઈટીવી ભારત દ્વારા પણ તારીખ 9 માર્ચ 2021ના આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં એક તરફ ક્લેક્ટર સુનીલ ચૌહાણનું નિવેદન અને બીજી તરફ  ઈમ્તિયાઝ જલીલનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ETVBHARAT | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઔરંગાબાદના સેસન્સ કોર્ટના જજનો નહિં પરંતુ AIMIMના સાંસદ ઈમ્તિયાજ જલીલનો વિડિયો છે. સેસન્સ કોર્ટના જજ દ્વારા નિવેદનની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા ક્લેકટરને ઠપકો આપવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False