
Tikendra Shanabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાજીપુર જેલ ના પોલીસ કોન્સ્ટેબલ ની શું હાલત થઇ છે. જૂઓ જરા કોરોના વાયરસ ને જે લોકો મજાક(હળવાસ) માં લઈ રહ્યાં છે તે ધ્યાન થી જૂઓ. હજૂ સમજી જાવ કોરોના વાયરસે ભયાનક રૂપ ધારણ નથી કયુ.. છતા લોકો વગર કારણે ઘર ની બહાર નીકળ્યા કરે છે.. સમજી જાવ હજૂ પણ સમય છે. અગર કોરોના એ ભયાનક રૂપ ધારણ કરી લીધું તો તમે પોતે તમારા પરિવારજનો ને અંતિમ ક્રિયા કરવા નહી જઈ શકો.. આ બિમારી ના નિયમો બહુ જ ખરાબ છે, બે હાથ જોડીને આપ સૌને નમ્ર વિનંતી કરૂ છું કે *ઘર માં રહો સાવચેત રહો સલામત રહો* આ વિડીયો જોવાનું ન ચૂકતા આ વિડીયો આપને આવનારા ભયાનક દીવસ થી બચાવવામાં સહાય રૂપ થશે,,,,. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો હાજીપુર જેલમાં પોલીસકર્મીને થયેલા કોરોના વાયરસના સંક્રમણનો છે. આ પોસ્ટને 73 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હાજીપુર જેલમાં પોલીસકર્મીને થયેલા કોરોના સંક્રમણનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, હાજીપુર (વૈશાલી) જેલ બિહારમાં આવેલી છે. તેથી અમે વૈશાલી જિલ્લાના એસ.પી ડો.ગૌરવ મંગલાનો સંપર્ક કરતાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો ખરેખર તાજેતરમાં હાજીપુર (વૈશાલી) જેલમાં કરવામાં આવેલી મોકડ્રીલનો છે. હાજીપુર જેલમાં પોલીસ અધિકારીઓ દ્વારા આ મોકડ્રીલ કરવામાં આવી હતી.”
અમારી વધુ તપાસમાં અમને હાજીપુર જેલમાં પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલી મોકડ્રીલની માહિતી સાથેના News19 Bihar અને ActivistVed વીડિયો સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પોલીસકર્મીને થયેલા કોરોના વાયરસના સંક્રમણનો નહીં પરંતુ બિહારની હાજીપુર (વૈશાલી) જેલ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોકડ્રીલનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પોલીસકર્મીને થયેલા કોરોના વાયરસના સંક્રમણનો નહીં પરંતુ બિહારની હાજીપુર (વૈશાલી) જેલ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોકડ્રીલનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:હાજીપુર જેલમાં પોલીસ મોકડ્રીલનો વીડિયો કોરોના વાયરસના સંક્રમણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
