
AMIT JOSHI નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भारत माता की जय बोलनेवले बुजुर्ग पंजाबी काका को मारनेवाले मुस्लिम युवक…अपने ही भारत में रहकर ये करनामा कर रहे हैं। ये हिंदुस्तान है या पाकिस्तान…?? अगर सच्चे हिंदू हो तो ये msg जल्दी आगे भेजो ताकी ये युवकों पर कानुनी कार्यवाही हो सके।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 9 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વૃધ્ધ વ્યક્તિને ભારતમાતાની જય બોલવા બદલ મારમારવામાં આવ્યો હતો.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ વિડિયોને જુદા-જુદા કીવર્ડ્સ સાથે શોધતા જાણવા મળ્યુ હતું કે, છેલ્લા બે મહિનાથી આ વિડિયો ઇન્ટરનેટ પર વિવિધ દાવા સાથે ફરતો થઈ રહ્યો છે. ખરેખર આ ઘટના રાજસ્થાનના ભિલવાડા શહેરમાં બની હોવાનું જાણવા મળ્યુ હતુ.
જ્યારે સત્ય જાણવા ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીની ટીમે ભિલવાડાના કોતવાલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના ભીલવાડા શહેરના આઝાદ ચોકમાં 15 ઓક્ટોબર 2019 ના રોજ બની હતી. આ વૃધ્ધ વ્યક્તિનું નામ હોતચંદ સિંધી છે. આ અંગે તેમના પુત્ર સોનુ જેઠાણીએ ગુનો નોંધ્યો હતો. પોલીસે હેમુ સિંધી, ઇલુ સિંધી, ભગવાન સિંધી ઉર્ફે મનોજ, મંજુર શેખ, આસિફ શેખ, શાયબ શેખ અને પોલા શેખ સહિતાના આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યુ હતુ કે, હોતચંદ સિંધી પંજાબી નહિં પણ સિંધી છે. તેની માનસિક સ્થિતિ પણ અસ્થિર છે. ઘટના સ્થળે તેઓ અન્ય ફેરિયાવારાઓને ગાળો આપી રહ્યા હતા. અને તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી રહ્યા હતા. આ બધા સાથે તેમનો જુનો વિવાદ છે. 15 ઓક્ટોબરના સવારે 11 વાગ્યે હોતચંદે આ ફેરિયાઓ સાથે બબાલ કરી હતી.
આ અંગે અનેક દાવાઓ સાથે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. ત્યારે વિડિયો વાયરલ થયા બાદ અકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મઝિન્દર એસ સિરસાએ ટ્વીટ કરીને આ ઘટના અંગે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યુ છે કે, હિન્દુ-મુસ્લિમ વિવાદ અથવા “ભારત માતા કી જય” ના કારણે હોતચંદને માર મારવામાં આવ્યો ન હતો. તે ફક્ત તેમની વચ્ચે થયેલા વિવાદનો હતો. હાલમાં તે તેના ભાઇ પર ખૂની હુમલો કરવાના આરોપસર જેલમાં છે. એટલું જ નહીં હોતચંદની તેની પત્નીની હત્યા કરવા બદલ પણ ધરપકડ કરવામાં આવી હતી.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, વિડિયોમાં દેખાતા વૃધ્ધ વ્યક્તિને “ભારત માતા કી જય” બોલવા બદલ માર મારવામાં ન આવ્યો હતો. રાજસ્થાનના ભિલવાડામાં ફેરિયાઓ વચ્ચે થયેલી બબાલનો આ વિડિયો છે. તેમજ આ વૃધ્ધ વ્યક્તિ પંજાબી નહિં પરંતુ સિંધી છે, પોલીસે દ્વારા આ વીડિયોને ધાર્મિક રંગના ન આપવા વિનંતી કરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં દેખાતા વૃધ્ધ વ્યક્તિને “ભારત માતા કી જય” બોલવા બદલ માર મારવામાં ન આવ્યો હતો. રાજસ્થાનના ભિલવાડામાં ફેરિયાઓ વચ્ચે થયેલી બબાલનો આ વિડિયો છે. તેમજ આ વૃધ્ધ વ્યક્તિ પંજાબી નહિં પરંતુ સિંધી છે, પોલીસે દ્વારા આ વીડિયોને ધાર્મિક રંગના ન આપવા વિનંતી કરવામાં આવી છે.

Title:શું ખરેખર ભારત માતાની જય બોલવા બદલ વૃધ્ધને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
