
Dilip Davda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૂનાગઢ ગિરનાર જંગલ માં આવેલો પૂજ્ય કાશ્મીરી બાપુ ના અમકું આશ્રમ માં પર્વત માળા ઉપર થી વહેતું વરસાદી પાણી નયન રમ્ય દર્સ્ય જોવો મજા આવશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 69 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જૂનાગઢના ગિરનારમાં આવેલા આશ્રમનો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે વિડિયોને ધ્યાનથી જોઈતા તેમાં મંદિરનુ નામ “श्री मालेश्वर तीर्थ क्षेत्र”લખવામાં આવેલુ જે તમે નીચે જોઈ શકો છો.
તેથી અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે આ તીર્થ તો રત્નાગિરીમાં આવેલુ છે. તેથી અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આ વિડિયો 2018માં યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો રત્નાગિરિમાં આવેલા માલેશ્વર તીર્થ ક્ષેત્રનો છે. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ વિડિયો ગુજરાતનો નહીં પરંતુ રત્નાગિરીનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના જૂનાગઢના ગિરનારનો નહિં પરંતુ મહારાષ્ટ્રના રત્નાગિરીનો છે.

Title:શું ખરેખર જૂનાગઢના ગિરનારમાં આવેલા આશ્રમનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
