ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાપી-વલસાડ હાઈવે પરનો નહિં પરંતુ મલેશિયાનો છે.

હાલ મોન્સુનની સિઝન ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદથી રસ્તાની હાલત બતક થઈ ગઈ છે. અને વાગન અકસ્માતના ભૂવા પડવાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા હોય છે. આ વચ્ચે રૂવાળા ઉભો કરી દેતો એક બાઈક સ્લિપ થયાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં બાઈક ચાલનો બચાવ પણ થાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વલસાડ-વાપી રોડ પર નેશનલ હાઈવે-48 પર બનેલી ઘટનાનો આ વિડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Munnabhai Mishra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વલસાડ-વાપી રોડ પર નેશનલ હાઈવે-48 પર બનેલી ઘટનાનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને એનડીટીવી દ્વારા પ્રકાશિત 28 જાન્યુઆરી 2022નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આ ઘટના ધોધમાર વરસતા વરસાદ વચ્ચે મલેશિયામાં બનવા પામી હતી. જેમાં બાઈક ચાલકનો આકસ્મિક બચાવ થવા પામ્યો હતો.”

તેમજ અમે વિડિયોને ધ્યાનથી જોતા અમને કાર પર બ્લેક કલરની નંબર પ્લેટ જોવા મળી ભારતમાં કાળા કલરની નંબર પ્લેટ નહિં પરંતુ સફેદ કલરની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિડિયોમાં જોવા મળતી કાળા કલરની કાર તમે નીચે જોઈ શકો છો.

તમે વિડિયો માંથી લેવામાં આવેલો સ્ક્રિનશોટ અને મલેશિયાની નંબર પ્લેટ નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો ગુજરાતના નેશનલ હાઈવે પર નહિં પરંતુ જાન્યુઆરી મહિનામાં મલેશિયામાં બનવા પામી હતી. ભારત સાથે વિડિયોને કોઈ લેવા-દેવા નથી.

Title:મલેશિયાના વાહન અકસ્માતના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
