શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે...? જાણો શું છે સત્ય....
ભારતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડવાથી, સોશિયલ મિડિયા પૂરના વિડિયોથી ભરાઈ રહ્યું છે. આવો જ એક વિડિયો જેમાં એક ફોર વ્હિલર કિચડના પાણીમાં ધોવાઈ રહ્યું છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ પાકિસ્તાનનો છે. ગુજરાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Paddhari News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
તેમજ અમુક હિન્દી મિડિયા દ્વારા પણ આ વિડિયો ગુજરાતનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ, જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વિડિયોનું નજીકથી નિરીક્ષણ કરતા જીપના સ્પેર વ્હીલના પરના લોગો તરફ અમારૂ ધ્યાન ગયુ હતુ.
સુઝુકી કંપનીનો લોગો અને કવર પર “પોટોહર 4WD” લખેલું છે.
કીવર્ડ સર્ચમાં જાણવા મળ્યું છે કે સુઝુકી પોટોહર પાકિસ્તાનમાં ઉપલબ્ધ જીપ મોડલ છે.
પાક સુઝુકી મોટર્સે 1985માં પોટોહર જીપ લોન્ચ કરી હતી. 2006માં તેને સ્થાનિક રીતે ઉત્પાદિત કર્યા વિના બંધ કરવામાં આવી હતી.
આ ક્લુ પરથી અમે કીવર્ડ સાથે સર્ચ કર્યું અને જાણવા મળ્યું કે વાયરલ વિડિયો 2020 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
એક યુઝરે 2020માં આ વિડિયો અપલોડ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે બલૂચિસ્તાનનો છે.
ગુજરાતમાં શું થઈ રહ્યુ છે.?
ગુજરાતમાં ખૂબ ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ગત રવિવારથી શરૂ થયેલા વરસાદે શરૂઆતમાં અમદાવાદ બાદમાં રાજકોટ અને અંતમાં દક્ષિણ ગુજરાતના નવસારી આસપાસના વિસ્તારોમાં ખૂબ વરસાદ વરસયો હતો. જેની નોંધ તમામ મિડિયા હાઉસ દ્વારા લેવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ પાકિસ્તાનનો છે. ગુજરાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False