શું ખરેખર ગુજરાતના ગીરમાં આ પ્રકારે રોડ પર સિંહનું ટોળુ આવ્યુ હતુ..? જાણો શું છે સત્ય..?

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોના ગુજરાતના વોટ્સઅપ નંબર 7990015736 નંબર એક યુઝર દ્વારા “ગીરમાં રોડની વચ્ચે આવ્યુ સિંહનું ટોળુ, વિડિયો જોઈ તમે પણ ચોકી જશો.” લખાણ સાથે વિડિયો મોકલ્યો હતો. 6.08 મિનિટના આ વિડિયોમાં સિંહોનું ટોળુ રસ્તા પર આવેલું જોવા મળી રહ્યુ છે. અને બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. કે, “ગીરમાં રોડની વચ્ચે સિંહનું ટોળુ આવ્યુ, એટલે કે આ વિડિયો ગુજરાતનો છે.”

ઉપરોક્ત વિડિયો અમને ફેસબક પર પણ પ્રાપ્ત થયો હતો. Sarthi Travels નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2019ના આ વિડિયો “Proud of GUJARAT” લખાણ સાથે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. આ પોસ્ટ પર 452 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 630 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. 

FACEBOOK | POST ARCHIVE | VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

પરંતુ ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગેના માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને વિડિયોને ધ્યાનથી જોતા તેમાં કારની નંબર પ્લેટ ભારતની ન હોવાનું તેમજ કારની ડ્રાઈવિંગ સાઈડ પણ ભારતમાં કારની ડ્રાઈવિંગ સાઈડથી વિરૂધ્ધ દિશામાં હોવાનું જાણવા મળ્યુ હતુ. 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “lions in road south Africa” લખતા અમને આફ્રિકા એડવાન્ચર્સ નામની ઓફિશીયલ યુટ્યુબ ચેનલ દ્વારા 27 નવેમ્બર 2016ના “Largest Lion Pride Ever Blocking Road In Kruger Park” શીર્ષક હેઠળ 18.29 મિનિટનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો ઉતરપુર્વીય સાઉથ આફ્રિકાના ક્રુગર પાર્કનો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આ વિડિયોનો જ એક ભાગ હોવાનું જાણવા મળ્યુ હતું. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના ગીરનો નહિં પરંતુ ઉતરપુર્વીય સાઉથ આફ્રિકાના ક્રુગર પાર્કનો છે. જેને આફ્રિકા એડવાન્ચર્સ નામની ચેનલ દ્વારા વર્ષ 2016માં મુકવામાં આવ્યો હતો. 

પરિણામ

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના ગીરનો નહિં પરંતુ ઉતરપુર્વીય સાઉથ આફ્રિકાના ક્રુગર પાર્કનો છે. જેને આફ્રિકા એડવાન્ચર્સ નામની ચેનલ દ્વારા વર્ષ 2016માં મુકવામાં આવ્યો હતો. 

Avatar

Title:શું ખરેખર ગુજરાતના ગીરમાં આ પ્રકારે રોડ પર સિંહનું ટોળુ આવ્યુ હતુ..? જાણો શું છે સત્ય..?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •