શું ખરેખર કેદારનાથનો આ દ્રશ્યો હાલના છે..? જાણો શું છે સત્ય..?

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Pinakin Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સૌજન્યથી. Kedarnath temple completely submerged in ice. Footage taken on 01.12.19” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 29 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તે કેદારનાથ મંદિરના 1 ડિસેમ્બર 2019ના લેવાયેલા દ્રશ્યો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હરિદ્વાર લાઈવ નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 26 માર્ચ 2019ના “बर्फ की चादर ओढे बाबा केदारनाथ का केदार धाम इतना सुन्दर की सभी मोह माया छुट जाये” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયો પોસ્ટમાં શેર કરવામાં આવ્યો છે તે જ વિડિયો આ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી એ તો જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો હાલનો નથી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “केदारनाथ बर्फ की चादर में हेलीकॉप्टर से ली तस्वीरे” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમરઉજાલા દ્વારા તારીખ 3 માર્ચ 2019ના “सामने आई हेलीकॉप्टर से ली गई 14 फीट बर्फ से ढके केदारनाथ धाम की एक्सक्लूसिव तस्वीरें” શીર્ષક હેઠળ પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો છે, તે જ વિડિયો જોવા મળી રહ્યો છે.

AMARUJALA | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કવરામાં આવ્યો છે તે વિડિયો 1 ડિસેમ્બર 2019ના નથી લેવામાં આવ્યો આ વિડિયો આજ થી 9 મહિના પહેલા માર્ચ મહિનામાં લેવા આવેલો છે. 

પરિણામ

આમ,, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવેલો છે તે વિડિયો 1 ડિસેમ્બર 2019ના નથી લેવામાં આવ્યો આ વિડિયો આજ થી 9 મહિના પહેલા માર્ચ મહિનામાં લેવા આવેલો છે. 

Avatar

Title:શું ખરેખર કેદારનાથનો આ દ્રશ્યો હાલના છે..? જાણો શું છે સત્ય..?

Fact Check By: Yogesh Karia 

Result: Partly False